મમુઆરા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત : ત્રણ યુવાનો કાળનો કોળીયો

મમુઆરા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત : ત્રણ યુવાનો કાળનો કોળીયો


ભુજ,તા.24 નવેમ્બર 2020, મંગળવાર

ભુજ-ભચાઉ રાજ્ય ધોરી માર્ગ પર આવેલા મમુઆરા ફાટક નજીક અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્તા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ પ્રિન્સ પાઈપ ફેકટરી પાસે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ થતાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. બનાવના પગલે પધ્ધર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હતભાગીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈજવાયા હતા.  હતભાગીઓમાં મધ્ય પ્રદેશના જાબુંઆ તાલુકાના ઢુલવાણીયા ગામના સાગર જોતીયા ડામોર (ઉ.વ.રપ), કાલીયા નરસિંગ ડામોર (ઉ.વ.ર૪) અને કલરપુર તાલુકાના ઢેબર ગામના શંકર કરશન નીનામાનો સમાવેશ થાય છે. ટ્રક નંબર જી.જે.એ ડબલ્યુ ૬૭૭૯ના ચાલકે બાઈક નંબર જી.જે.૧ર સી.જે.૦૮૦પને હડફેટે લેતા આ બનાવ બનવા પામ્યો હતો. ઘટના બાદ ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો જેને હળવો બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. હતભાગીઓ સોમનાથ કોલ કંપનીમાં કામ કરતા હતા તેવું પોલીસે જણાવ્યું હતું. મૃતદેહોને તેમના વતન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે હતભાગીઓના પરિવારજનોને વાકેફ કરાતા ભારે કરૂણ દ્દશ્યો સર્જાયા હતા. ઘટનામાં ટ્રક ચાલક સામે પધ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનિય છે કે, ભચાઉ હાઈવે પર અવારનવાર અકસ્માતો બની રહ્યા છે ત્યારે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા બેફામ દોડતા વાહનો સામે લંગામ લગાવવી જરૂરી બની રહે. છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/379SE5P

0 Response to "મમુઆરા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત : ત્રણ યુવાનો કાળનો કોળીયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel