વિરોધ વચ્ચે રાત્રિ કરફયુ ભંગમાં 349ની ધરપકડ

વિરોધ વચ્ચે રાત્રિ કરફયુ ભંગમાં 349ની ધરપકડ


રાજકોટ, તા.24 નવેમ્બર 2020, મંગળવાર

શહેરમાં રાત્રિ કરફયુના વિરોધ વચ્ચે તેનો કડકાઈથી અમલ કરાવવા માટે પોલીસ મેદાનમાં ઉતરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ નાઈટ પેટ્રોલિંગમાં નીકળવા લાગ્યા છે. ત્રણ દિવસમાં રાત્રિ કરફયુનો ભંગ કરતા પોલીસે કુલ ૩૪૯ લોકોની ધરપકડ કરી છે. જો કે કરફયુ કેટલા દિવસ સુધી અમલમાં રહેશે તે વિશે સ્થાનિક અધિકારીઓએ અજાણ હોવાનું કહ્યું છે. રાજ્ય સરકાર જ આ બાબતે નિર્ણય લેશે તેમ પણ કહ્યું છે.

શહેરમાં રાત્રિ કરફયુની સખ્તાઈથી અમલવારી કરાવવા માટે ૪૦ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૪ પેટ્રોલિંગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં રાત્રિ દરમિયાન ફોર વ્હીલર અને ટુ વ્હીલરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રાત્રિ કરફયુની અમલવારી કરાવી રહી છે. 

ગઈ તા.૨૧ના રોજ રાત્રિ કરફયુના પ્રથમ દિવસે પોલીસે કરફયુ ભંગમાં ૭૪ લોકોને, તા.૨૨ના રોજ ૧૧૪ લોકોને અને ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે ૧૬૧ લોકો મળી કુલ ૩૪૯ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના ૧૯૨ કેસો કર્યા છે. ગઈ તા.૨૧મીએ ૫૪, તા.૨૨મીએ ૯૧ અને તા.૨૩મીએ ૪૭ કેસો કરવામાં આવ્યા હતા. 

એટલું જ નહીં આ ત્રણ દિવસ દરમિયાન કુલ ૨૩૪ વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. ગઈ તા.૨૧મીએ ૭૨, તા.૨૨મીએ ૯૨ અને તા.૨૩મીએ ૭૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. સાથોસાથ રાત્રિ કરફયુનો ભંગ કરનારાઓને પકડવા માટે હવે પોલીસે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. 

આજે પોલીસે રાત્રિ કરફયુ દરમિયાન કોઈ મદદની જરૂર હોય તો પોલીસના વોટ્સએપ નંબર ૮૩૨૦૯૬૫૬૦૬ પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. આગામી દિવસોમાં પણ રાત્રિ કરફયુની કડકાઈથી અમલવારી કરાવવાની પોલીસે જાહેરાત કરી લોકોને બિનજરૂરી રીતે બહાર નહીં નીકળવા, શેરી-ગલીઓમાં આંટા નહીં મારવા અનુરોધ કર્યો છે. 

શહેરમાં વિવિધ વર્ગોમાં રાત્રિ કરફયુ સામે મોટાપાયે વિરોધ છે. રાત્રિ કરફયુ બિનજરૂરી રીતે લગાડી દેવાયાનું લોકોને લાગી રહ્યું છે. જેની સામે પોલીસ આ નિર્ણય રાજ્ય સરકારનો હોવાનું કહી પોતે માત્ર તેની અમલવારી કરાવી રહ્યાનું જણાવી રહી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fuZ577

0 Response to "વિરોધ વચ્ચે રાત્રિ કરફયુ ભંગમાં 349ની ધરપકડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel