
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેટરને જવાબદારી સોંપાઈ
- કોર્પોરેટરો લોકોને સમજાવશે, કામ સિવાય બહાર નીકળવાનું ટાળો
અમદાવાદ,તા.18 નવેમ્બર 2020, બુધવાર
અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને લઇને કોર્પોરેશન હરકતમાં જોવા મળ્યું છે. શહેરના કોર્પોરેટર્સને મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં કોર્પોરેટર્સને શહેરની જનતાને કોરોના મુદ્દે સમજાવવાની કામગીરી સોંપાઇ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વધતા કેસને લઇને કોર્પોરેટર્સને આ જવાબદારી અગાઉ પણ સોંપવામાં આવી હતી. કોરોનાકાળમાં જનતાને બિનજરુરી બહાર નહી નીકળવા માટે અપીલ કરશે. આ સાથે જો કોઇપણ પ્રકારના લક્ષણ હોય તો તાત્કાલિક ટેસ્ટ કરવા પણ અપીલ કરશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા છે. જ્યારે 1040 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 1,89,236 કેસ થયા. જ્યારે અમદાવાદમાં 225 કેસ નોંધાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kHoLhU
0 Response to "અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેટરને જવાબદારી સોંપાઈ"
Post a Comment