શહેરના તાપમાનમાં બેવડો તફાવત હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત્

શહેરના તાપમાનમાં બેવડો તફાવત હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત્


ગાંધીનગર,તા.02 નવેમ્બર 2020, સોમવાર

ગાંધીનગર શહેરમાં એક સપ્તાહથી ઠંડીએ ગતિ પકડી હોય તેમ લઘુત્તમ તાપમાનના પારામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ દિવસનું તાપમાન પણ ૩૩ થી ૩૫ ડિગ્રીની વચ્ચે નોંધાવા છતાં ઠંડી યથાવત્ રહેવા પામી છે. સોમવારે સવાર અને દિવસના તાપમાનમાં બેવડો તફાવત નોંધાયો હતો.

રાજ્યના પાટનગરમાં નવરાત્રી પર્વ પુર્ણ થયાં બાદ ઠંડીની મોસમનું ધીમી ગતિએ આગમન થયું હતું ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી અચાનક જ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે રવિવારે તેજ ઠંડીનો સામનો નગરજનોને કરવો પડયો હતો. લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રીએ પહોંચી જતાં શિયાળાની આક્રમક શરૂઆતની ઠંડીનો અહેસાસ પાટનગરવાસીઓને પણ કરવો પડયો હતો. આમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં છેલ્લા ઘણા દિવસથી બેવડો તફાવત નોંધાવા છતાં બદલાઇ રહેલાં વાતાવરણના પગલે ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવા પામ્યું છે.

સોમવારે સવારના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાના કારણે લઘુત્તમ ૧૭.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો બીજી તરફ દિવસનું તાપમાન ૩૩.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડીના પારામાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/328Nc17

0 Response to "શહેરના તાપમાનમાં બેવડો તફાવત હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત્"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel