અબડાસાની ચૂંટણી અપક્ષના વાંકે બની રહેશે રસપ્રદઃ મતદારોના હાથમાં ઉમેદવારોનું ભવિષ્ય

અબડાસાની ચૂંટણી અપક્ષના વાંકે બની રહેશે રસપ્રદઃ મતદારોના હાથમાં ઉમેદવારોનું ભવિષ્ય

ભુજ,રવિવાર

મંગળવારે યોજાનાર અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણીનો જંગ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે રહેશે. પ્રારંભે ૩૧ જેટલા દાવેદારીપત્રો ભરાયા બાદ ફોર્મ ચકાસણીમાં ક્ષતિ, રદ થવા તેમજ છેલ્લા દિવસે ૯ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી હતી જેના પગલે ચિત્ર સ્પષ્ટ થયા બાદ ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

જો કે, મેદાનમાં ભલે ૧૦ ઉમેદવારો બાકી રહ્યા હોય પરંતુ ખરો જંગ ભાજપના પ્રધ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી અને અપક્ષના હનીફ પડીયાર વચ્ચે ખરો જંગ રહેશે. આ ત્રણ ઉમેદવારો હરિફાઈમાં રહ્યા છે. એટલે આ વખતે અબડાસાની ચૂંટણી કચ્છ આખા માટે રસપ્રદ બની રહી છે. 

અત્યાર સુાધી અબડાસા બેઠક પર ૧૦ ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. તો ત્રણ વખત ભાજપ અને એક વખત અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. ત્યારે, છેલ્લે ૨૦૧૭માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જીત્યા હતા જો કે, થોડા જ વર્ષોમાં તેમણે રાજીનામું આપીને પરત ભાજપમાં જતા ફરી એક વખત અબડાસા બેઠક પર ચૂંટણી યોજવાની નોબત આવી. આ બેઠક પર ખાસ તો મુસ્લિમ-દલિત મતદારોનો પ્રભાવ રહ્યો છે. જો કે,  આ વખતે અપક્ષના મુસ્લિમ ઉમેદવાર હનીફ પડીયારનો પ્રચાર પ્રસાર જોતા ભાજપ અને કોંગ્રેસ બંને માટે જીત આસાન નહિં રહે. તો વળી, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ગયેલા પ્રધ્યુમનસિંહને મતદારો જાકારો આપશે કે પછી સ્વીકારશે. તે પણ જોવુ રહ્યુ.

અબડાસા બેઠકની ચૂટણીના મુરતિયા

પ્રધ્યુમનસિંહ જાડેજા(ભાજપ)

શાંતિલાલ સંઘાણી(કોંગ્રેસ)

આકુબ  આચાર મુતવા(બહુજન મુકિત મોર્ચા)

મહેશ્વરી રામજી આશા(ભારતીય જન પરીષદ)

મેઘવાળ ભીમજી ભીખા(બહુજન મહાપાર્ટી)

અમૃત લાધાભાઈ પટેલ(અપક્ષ)

ઈબ્રાહીમ જાફર હાલૈપૌત્રા(અપક્ષ) 

પડયાર હનીફ જાકબ (અપક્ષ)

બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ (અપક્ષ)

રમણીક શાંતિલાલ ગરવા(અપક્ષ)



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/383oP98

0 Response to "અબડાસાની ચૂંટણી અપક્ષના વાંકે બની રહેશે રસપ્રદઃ મતદારોના હાથમાં ઉમેદવારોનું ભવિષ્ય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel