
રાજ્ય પ્રા. શિક્ષક સંઘની પ્રતિાભરી ચૂંટણીમાં વર્તમાન પેનલની હેટ્રિક થઈ
ભુજ,રવિવાર
રાજ્ય ભરના શિક્ષકો સહિત સમગ્ર કર્મચારી આલમમાં ભારે ઉતેજના જગાવનાર રાજ્યસંઘની ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થયું છે. રાજ્યના કર્મચારીઓના સૌથી મોટા સંગઠન એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ૩ વર્ષની મુદત માટે પ્રમુખ તાથા મહામંત્રીના પદ માટે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના દરેક જિલ્લાના પ્રમુખ, મહામંત્રી તાથા રાજ્ય પ્રતિનિિધઓ મળી કુલ ૫૦૧ મતદારો પૈકી ૪૯૭ મતદારોએ આજે ગાંધીનગરના 'ચાણક્ય ભવન' ખાતે યોજાયેલ ચૂંટણીમાં પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી ૯૯.૨૦ ટકા જેટલી ઉંચી રહી હતી. સરહદી કચ્છ જિલ્લાના ૨૪ માંથી ૨૪ મતદારોએ મતદાન કરતા જિલ્લાની ટકાવારીનો આંક ૧૦૦ ટકા રહ્યો હતો. શનિવારે સવારાથી બપોર સુાધી મતદાન પ્રક્રિયાના અંતે બપોર બાદ મતગણતરી હાથ ધરાઇ હતી.
આ બાબતે ચૂંટણીપંચના અધ્યક્ષ સંજય પટેલ ને ટાંકીને વિશેષ માહિતી આપતા કચ્છ જિલ્લાના રાજ્યના પદનામિત હોદેદાર હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર પ્રમુખ/ મહામંત્રીની આ ચૂંટણીમાં કુલ ૪૯૭ મતો પડયા હતા. પ્રમુખની ચૂંટણીમાં ૭ મતો રદ થયા હતા જ્યારે મહામંત્રીમાં ૫ મતો રદ થયા હતા. હાઇકોર્ટ મેટરના કારણે અલગ રખાયેલા ૪૦ મતોને બાદ કરતા બાકી મતો પૈકી પ્રમુખપદના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા( જામનગર)ને ૨૫૨ મતો જ્યારે તેમના પ્રતિસ્પાર્ધી ગિરિશ પટેલ ( સાબરકાંઠા) ને ૧૯૮ મતો મળતાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો ૫૪ મતે વિજય થયો હતો. એ જ રીતે મહામંત્રીના પદ માટે સતીશ પટેલ ( અરવલ્લી) ને ૨૪૦ જ્યારે તેમના હરીફ ઉમેદવાર નરેન્દ્ર ગોહેલ ( અમદાવાદ)ને ૨૧૨ મતો મળતા મહામંત્રી તરીકે સતીશ પટેલનો ૨૮ મતે વિજય થયો હતો. રાજ્યપ્રતિનિિધ બાબતે કોર્ટ મેટર થતા બનાસકાંઠાના ૩૧ તાથા ગિરસોમનાથ જિલ્લાના ૯ મળી કુલ ૪૦ મતો હાઇકોર્ટની સૂચનાથી અલગ સીલબંધ કવરમાં રખાયા હતા જેની ગણતરી હાલ કરાઇ નાથી.
પરિણામ બાદ બન્ને વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સત્કાર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ તાથા મહામંત્રીએ પોતાની પેનલને વિજયી બનાવી પુનાથ તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સર્વે મતદારોનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં સૌના સહિયારા પ્રયાસો વડે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નોના ઉકેલ માટે પૂરા પ્રયાસો કરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તાથા મહામંત્રી કેરણાભાઇ આહિરે જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jOsoSG
0 Response to "રાજ્ય પ્રા. શિક્ષક સંઘની પ્રતિાભરી ચૂંટણીમાં વર્તમાન પેનલની હેટ્રિક થઈ"
Post a Comment