
સમીના બાસ્પામાં મહિલાઓએ વાહનો રોકતા ચક્કાજામ સર્જાયો
રાધનપુર, તા.01 નવેમ્બર 2020, રવિવાર
સમી તાલુકાના બાસ્પા ગામે જુની અદાવતને લઈને બે સમાજ વચ્ચે ચાલતા ઝગડાને લઈને મહિલાઓ વચ્ચે થયેલ તકરારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને મામલો ઉગ્ર બનતા ગામની મહિલાઓ રોડ ઉપર ઉતરતા વાહનો રોકતા ચક્કાજામ સર્જાયો હતો.
સમી તાલુકાના બાસ્પા ગામે જુની અદાવતને લઈને ચાલતા ઝગડામાં આજે બન્ને સમાજની મહિલાઓ વચ્ચે મામુલી બાબતને લઈને થયેલ બોલચાલને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સામે નાડોદા સમાજની મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યો હતો. પોલીસની કાર્યવાહી સામે ઉગ્ર બનેલ મહિલાઓ ટ્રેક્ટરમાં બેસી સમી પોલીસ સ્ટેશન જવા નીકળી હતી. જેને લઈને પોલીસે ટ્રેક્ટર રોકીને તમામ મહિલાઓને નીચે ઉતરતા રોડ ઉપર મહિલાઓ રણછંડી બની હતી અને પોલીસ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પાંચેક કિલોમીટર ચાલીને મહિલાઓ સમી પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો હતો.
પાટણ જિલ્લામાં રેન્જ આઈજીની મુલાકાત સમયે બાસ્પા ગામની મહિલાઓ દ્વારા રસ્તા પર વાહનો રોકી ચક્કાજામ કરતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. નાડોદા સમાજની મહિલાઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર બનેલ મહિલાઓની રજુઆત જિલ્લા પોલીસના અધિકારીઓએ સાંભળી હતી અને જિલ્લા પોલીસ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eh8q1D
0 Response to "સમીના બાસ્પામાં મહિલાઓએ વાહનો રોકતા ચક્કાજામ સર્જાયો"
Post a Comment