આવતીકાલે અબડાસા વિધાનસભાની પેટાચુંટણીઃ ૧૦ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ

આવતીકાલે અબડાસા વિધાનસભાની પેટાચુંટણીઃ ૧૦ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ

ભુજ,રવિવાર

આગામી ત્રીજી તારીખે અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણી યોજાનાર છે. આ બેઠક પર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૯ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી હતી જેના પગલે ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટેનો જંગ ખેલાશે. જેમાં, ખાસ તો ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો પ્રચાર પ્રસાર ભારે રહ્યો હોવાથી ચૂંટણી રસપ્રદબની રહેશે.

મંગળવારે ૧- અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ મત વિભાગમાં કુલ ૨૩૪૫૧૨ મતદારો નોંધાયેલા છે જે પૈકી ૧૨૧૫૯૦ પુરૃષ અને ૧૧૨૯૨૨ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો ઉપરાંત ૧૧૭ સેવા મતદારો (સર્વિસ વોટર) અલગાથી છે. ૧૩૨૦ દિવ્યાંગ મતદારો નોંધાયેલ છે જયારે ૮૦ વર્ષ ઉપરના ૪૭૨૪ મતદારો નોંધાયેલા છે. ચૂંટણીના પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં ૧૧૦૦ બેલેટ યુનિટ, ૧૦૯૦ કંટ્રોલ યુનિટ તેમજ ૧૦૪૯ વીવીપેટ મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. જે પૈકી ૨૦-૨૦ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તાથા વીવીપેટ તાલીમ અને લોકજાગૃતિ માટે ૨૯/૯ના રોજ ચુંટણી અિધકારી/પ્રાંત અિધકારી અબડાસાને ફાળવવામાં આવેલ છે. બાકીના ઈવીએમ ચુંટણી પંચની સુચના મુજબ રેન્ડ માઈઝેશન કરી ફાળવવામાં આવશે. અબડાસા મત વિભાગમાં કુલ ૩૭૬ મતદાન માથકો હતા. જો કે, કોરોનાને ધ્યાને રાખીને મતદાન માથક દીઠ મતદારોની નિયત મહતમ સંખ્યા ૧૦૦૦ રાખવાની સુચના હોતા અબડાસા માટે કુલ ૪૩૧ મતદાન માથકો ઉપલબૃધ કરવામાં આવ્યા છે.  ચુંટણી અંતર્ગતની કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચુંટણી ખર્ચ, કાયદો અને વ્યવસૃથા વિગેરે પર દેખરેખ માટે કુલ ૨૦ નોડલ ઓફિસરની નિમણુંક કરાઈ છે.

 કુલ મતદાન માથકો ૪૩૧ માટે અંદાજે ૨૧૦૦ (રિઝર્વ સહિત) મતદાન સ્ટાફ ખડે પગે રહેશે.  કોરોનાને ધ્યાને રાખીને ૨૦૦% સ્ટાફની જરૃરિયાત ધ્યાને લેતા કુલ ૪૨૦૦ મતદાન સ્ટાફની જરૃરિયાત સામે હાલ સ્ટાફ ડેટા બેજ મુજબ કુલ ૧૧૭૭૬ (૮૦૫૭ પુરૃષ-૩૭૧૯ સ્ત્રી) વિવિાધ વર્ગના સ્ટાફની વિગતો મેળવવામાં આવી હતી જયારે સ્ટાફની અવરજવર માટે ૯૫ બસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચુંટણી એક્ષ્પેન્ડીચર સંબંિધત એક એકાઉન્ટીંગ ટીમ, છ ફલાઈંગ સ્કવોર્ડ, ત્રણ સ્ટીટીક સર્વેલન્સ ટીમ, એક એઈઓ, એક વિડીયો વ્યુવીંગ ટીમ તાથા ત્રણ વિડીયો સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. કુલ ૪૩૧ મતદાન માથકો માટે ૪૬ ઝોનલ રૃટ તેમજ તે તમામ રૃટો માટે તેટલા જ ઝોનલ અિધકારીઓની નિમણુંક કરવામાં આવેલી છે.

૫૦૦ થર્મલ ગન, ૨.૬૦ લાખ હેન્ડ ગ્લોઝ અને માસ્ક ઉપલબ્ધ કરાવાશે

કોરોના કાળમાં યોજાઈ રહેલી ચુંટણીમાં તકેદારીના ભાગરૃપે ચુંટણીને લગતી દરેક પ્રવૃતિ માટે દરેક વ્યકિતએ માસ્ક પહેરવાનું ફરજીયાત હોવાથી પ્રવેશદ્વારે થર્મલ સ્કેનીંગ કરવામાં આવશે. સેનીટાઈજર, સાબુ, પાણી ઉપલબૃધ રહેશે. પેટા ચુંટણી માટે અંદાજીત ૫૦૦ થર્મલ ગન, ૫૦૦ મી.લી.ની સેનેટાઈઝરની બોટલ નંગ ૨૮૦૦, માસ્ક ૨,૬૦,૦૦૦ તાથા હેન્ડ ગ્લોઝ ૨૬૦૦૦૦ ફાળવવામાં આવ્યા છે.

૧૦મીએ ભુજ મધ્યે કરાશે મત ગણતરી

 અબડાસા મત વિભાગની મતગણતરી તા.૧૦/૧૧ના ભુજ મધ્યે સરકારી ઈજનેરી કોલેજમાં સીવીલ એન્ડ મીકેનીકસ એપ્લાયડ બિલ્ડીંગમાં કરવામાં આવશે. ઈવીએમની મત ગણતરી બે હોલમાં કરવામાં આવશે. જયારે પોસ્ટલ બેલેટની ગણતરી અલગ હોલમાં કરાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34N8bbH

0 Response to "આવતીકાલે અબડાસા વિધાનસભાની પેટાચુંટણીઃ ૧૦ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel