
હળવદની કૉલેજમાં ફોર્મ ભરવા વિદ્યાર્થીઓના ટોળાં ભેગા થતા વીડિયો વાઇરલ થયો
હળવદ, તા.23 નવેમ્બર 2020, સોમવાર
કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને સરકારે લીઘેલા સાવચેતીના ભાગરૂપે સ્કૂલ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હળવદની ડિ.વી રાવલ કોલેજમા સરકારની ગ્રાઇડ લાઇનો ઉલાળીયો થતો વિડીયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી.
૨૩તારીખ સોમવારે સવારે ૧૧ વાગ્યાની આજુબાજુ એ કોલેજ માં બીએ ના વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવા બોલાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ એક ક્લાસ માં ૧૨૦ થી વઘુ વિદ્યાર્થીઓમાં સામાજીક અંતરનો અભાવ જોવા મળ્યો હતો,પરીક્ષાના ફોર્મ ભરવા આવેલ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
એક જ સમયે એકજ રુમમા મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા, જે સરકારના સરકારની ગાઈડલાઈન ઉલાળિયો જોવા મળ્યો હતો, જે બાબત નો વિડીયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી. આ બાબતે ડી.વી.રિવલ કોલેજના પ્રિન્સિપાલ ડો.જે.એન. માલાસણા ને પુછતા તેમણે જણાવ્યું હતું કે બીએ ની પરીક્ષા ના ફોર્મ ભરવા સોમવારે સવારે બી.એ.ના ૧૨૦થી વધુ વિદ્યાર્ર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેઓને અલગ-અલગ ત્રણ ગુ્રપ માં સેનેડાઈઝ આને માસ્ક પહેરીને કોલેજ માં એન્ટ્રી કરાવી હતી. ક્લાસરૂમમાં બેસાડયા હતા જ્યાં વિદ્યાર્થીઓએ નિયમોનો ભંગ કરી સોશિયલ ડીસસ્ટન્સ જાળવ્યું ન હતું. પ્રોફેસર દ્વારા મને જાણ કરાતા તાત્કાલિક તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/376BO7T
0 Response to "હળવદની કૉલેજમાં ફોર્મ ભરવા વિદ્યાર્થીઓના ટોળાં ભેગા થતા વીડિયો વાઇરલ થયો"
Post a Comment