કોરોનાનો ફરી ફુફાડો, વધુ 26 કેસ, કુલ 5082

કોરોનાનો ફરી ફુફાડો, વધુ 26 કેસ, કુલ 5082


ભાવનગર, તા.23 નવેમ્બર 2020, સોમવાર

કોરોના વાયરસે ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી ફુફાડો માર્યો હોય તેમ જણાય રહ્યુ છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. આજે સોમવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ર૬ કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોનાના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે સોમવારે કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ર૧ કેસ નોંધાયા હતા, જેમાં ૧૩ પુરૂષ અને ૮ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાનો પ કેસ નોંધાયો છે, જેમાં મહુવા ખાતે ૩, મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે ૧ તેમજ ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના ર૬ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના રર અને તાલુકાના ૪ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.  

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ પ,૦૮ર કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં પ૭ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૯૪૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે કોરોનાનુ સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગે કડક પગલા લેવા જરૂરી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J2cuYj

0 Response to "કોરોનાનો ફરી ફુફાડો, વધુ 26 કેસ, કુલ 5082"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel