ભાવનગર જિલ્લામાં શીતલહેર ફરી વળતા જનજીવનને થઈ રહેલી અસર

ભાવનગર જિલ્લામાં શીતલહેર ફરી વળતા જનજીવનને થઈ રહેલી અસર


ભાવનગર,તા.23 નવેમ્બર 2020, સોમવાર

યુ.પી.માં હિમવર્ષાને લઈને ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી એકાએક શીતલહેર ફરી વળતા જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસર થઈ રહી છે. ભાવનગર શહેરમાં સોમવારે લઘુતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી થતા દિવસ દરમિયાન ઠંડીની અનુભુતિ લોકોએ કરી હતી. 

ભાવનગર શહેરમાં સોમવારે સતત ત્રીજા દિવસે પણ ૧૫ ડીગ્રી આસપાસનું તાપમાન નોંધાતા તેની હેટ્રીક નોંધાઈ હતી. ઉત્તર ભારતમાં આવેલા કેટલાક સ્થળોએ થઈ અવિરતપણે થઈ રહેલી હીમવર્ષાના પગલે  ગુજરાત રાજયભરમાં પણ ઠંડા પવનના સુસવાટા વાઈ રહ્યા છે. પ્રકાશના પર્વસમુહ દિવાળીના તહેવાર દરમિયાન સ્થાનિકોએ ગરમીની અનુભૂતિ કરી હતી.

જયારે છેલ્લા બે ત્રણ દિવસથી એકાએક તાપમાન નીચુ જતા ઠંડા પવનો ફૂકાવાના કારણે શહેરીજનો ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે. દિવસ દરમિયાન લોકો સતત ગરમ વસ્ત્રોના સહારે ઠંડીનો સામનો કરતા નજરે પડયા હતા.

તેમજ ઠંડીના કારણે લોકોએ વગર કામે બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. ઠંડી વધતા સાંજના ગ્રાહકોની અવરજવર ઘટતા કેટલીક બજારો વહેલી બંધ થવા લાગી છે. સોમવારે પણ શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડુ વાતાવરણ થઈ જવા પામ્યુ હતુ.જેના કારણે ધરતીના તાત ખેડૂતો જ નહિ શ્રમિકો પણ પ્રવર્તમાન રવિ પાકના વાવેતરની પ્રવૃતિમાં સક્રીય થઈ ગયા છે. 

ગોહિલવાડમાં ઠંડીની ઋુતુ જામતા હવે ધીમે ધીમે ગરમ વસ્ત્રોના વેચાણમાં ગરમાવો આવી રહ્યો છે. એટલુ જ નહિ શહેરના જોગર્સ પાર્ક,વિકટોરીયા પાર્ક ખાતે કસરત, યોગ,પ્રાણાયામ, વોકીંગ માટે યુવાનોની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. તેમજ દરરોજ નીરો,ઘાવો અને ખજુરનુ દુધ સહિતના આરોગ્યવર્ધક પીણાઓના વેચાણકેન્દ્રોમાં ગ્રાહકોની મોડી રાત્રી સુધી ભારે ભીડ જોવા મળી રહી છે. એટલુ જ નહિ સ્વાસ્થ્યવર્ધક શિયાળુ પાકની માર્કેટ હવે જામી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KBBMgD

0 Response to "ભાવનગર જિલ્લામાં શીતલહેર ફરી વળતા જનજીવનને થઈ રહેલી અસર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel