શહેરના વિવિધ 53 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટીંગમાં 25 જેટલા કેસ રોજીંદા બન્યા

શહેરના વિવિધ 53 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટીંગમાં 25 જેટલા કેસ રોજીંદા બન્યા


ભાવનગર, તા.23 નવેમ્બર 2020, સોમવાર

ભાવનગર શહેરમાં કોરોના પર કેન્ટ્રોલ રાખવા અને ચેપગ્રસ્ત દર્દીને તુરત જ નિદાન સારવાર મળી રહે તે હેતુ વિવિધ સ્થળો પી.એચ.સી. સેન્ટરો મળી કુલ ૫૩ જગ્યાએ રેપીડ ટેસ્ટીંગ શરૂ કરાયા છે. હાલ આ સેન્ટરો પર દિવસના ૧૦૦૦ ટેસ્ટ થાય છે. જેમાં ૨૫ જેટલા કેસો સંક્રમિત હોવાનું મળી આવે છે.

કોરોનાએ ઝડપ પકડી છે ત્યારે શહેરી-જિલ્લા કક્ષાએ રેપીડ ટેસ્ટનું પ્રમાણ પણ વધારવા અને તાત્કાલીક સારવાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી અગાઉ જે ટેસ્ટ થતા અને પોઝિટિવ કેસોની સંખ્યા આવતી. તેમાં ડબલ વધારો જણાય છે. જ્યારે ટેસ્ટના પ્રમાણે આ વધારો નહિવત લાગી રહ્યો છે.

ભાવનગર શહેરની વાત કરીએ તો શહેરના વોર્ડ વાઇઝ આવેલા અલગ અલગ ૧૩ પી.એચ.સી. સેન્ટરો ૩૦ ધનવંતરી રથ વિવિધ છ સર્કલો પર તાત્કાલીક બુથ કેન્દ્રો ઉપરાંત કલેક્ટર કચેરી, મ્યુનિ. કચેરી, એસ.પી. ઓફીસ અને મામલતદાર કચેરી પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે દિવાળી પૂર્વે આ રેપીડ ટેસ્ટમાં પોઝિટિવનો આંક પ્રતિદિન ૧૦ થી ૧૨ આવતા હતા.

જ્યારે હાલમાં રેપીડમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૫ થી ૨૮ સુધી પ્રતિદિન આવી રહી છે. આમ દિવાળી બાદ કેસોની સંખ્યામાં ડબલ થવાનું જણાયું છે. જોકે ઉક્ત સેન્ટરો પર પ્રતિદિન ૧૦૦૦ જેટલા ટેસ્ટ થતા હોવાનનો અંદાજ જણાય છે. ત્યારે તેની સામે કેસો ઓછા જોવા મળે છે. પરંતુ અલગ અલગ ૫૩ સેન્ટરો કાર્યરત કરાયા છે. પરંતુ લોકો સ્વૈચ્છીક ટેસ્ટ કરાવવામાં હજુ ઉદાસીનતા જોવા મળી રહી છે.

જ્યારે કોરોના સંલગ્ન સામાન્ય લક્ષણો જણાતા પણ આ ટેસ્ટથી તાત્કાલીક સારવાર શરૂ થઇ શકે છે. આમ નજીક અને ઝડપી સારવાર માટે રેપીડએ ઉત્તમ માધ્યમ સાબિત થયું છે. જ્યારે પોઝીટીવ દર્દીઓને પણ તેની સારવાર મહદઅંશે ઘરે રહીને મળે છે. ત્યારે લોકોએ પણ હાલના કપરા કાળમાં આ સેવાનો મહત્તમ લાભ લે તેવી અપીલ આરોગ્ય વિભાગે કરી છે.

કોરોના નિદાન માટે ટેસ્ટ ઓન કોલ કાર્યરત

આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર ખોલેલા ટેસ્ટ સેન્ટરો ઉપરાંત ઘરે આવીને કોરોના ટેસ્ટ કરવાની કાર્ય પધ્ધતિ પણ અમલમાં મુકાઇ છે. શહેરના વડીલો, દિવ્યાંગજનો, બાળકો, ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓ માટે ટેસ્ટ ઓન કોલ થકી ઘર આંગણે કોરોના ટેસ્ટીંગની સુવિધા કાર્યરત છે. ૦૨૭૮-૨૪૩૦૨૪૫ ઉપર સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી આ સેવા શરૂ કરાઇ હોવાનું જણાયું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UU6ymF

0 Response to "શહેરના વિવિધ 53 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટીંગમાં 25 જેટલા કેસ રોજીંદા બન્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel