
ભુજ શહેરનું માર્કેટ દિવાળીના તહેવારો માટે સજ્જ બન્યું!, વેપારીઓને કમાણીની આશા
ભુજ,શનિવાર
કોરોના મહામારીના સંકટના માહોલ વચ્ચે દિવાળી પર્વ પૂર્વે ભુજની બજારોમાં દીવડા, રંગોળી, કલર તેમજ ગૃહ સુશોભનની અવનવી વસ્તઓના વેચાણ માટે વેપારીઓ સજ્જ બન્યા છે. જો કે હજુ જોઈએ તેવી ઘરાકી નાથી. અંતિમ દિવ્સોમાં ખરીદી નીકળવાની આશા છે. જિલ્લા તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા વિક્રેતાઓએ ફુટપાથ પર સ્ટોલ ઉભા કરી દીધા છે.
પ્રકાશ ફેલાવવાના પર્વ તરીકે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી થાય છે પરંતુ કોરોનાના લીધે તહેવારોને ઝાંખપ લાગી છે. ભુજની બજારોમાં દિવાડ, રંગોળી કલર તેમજ ગૃહસુશોભનની વસ્તુઓ જેવી કે શો-પીસ, તોરણ, ફુલદાની, ઝુમ્મર સહિતની વસ્તુઓ દુકાનોમાં ગોઠવાઈ ગઈ છે. ધીમે ધીમે ઘરાકી શરૃ થઈ છે.
શહેરના સંતોષી માતાના મંદિર પાસે બીજા રાજ્યમાંથી આવેલા લોકો દિવાડ કલર, તોરણ, માટીના વાસણો સહિત અનેક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ઉપરાંતમાં ગૃહસુશોભનની અન્ય અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે. વાઘ બારસાથી લાભ પાંચમ સુાધી દીવડાનું સવિશેષ મહત્વ છે. અહીં વિવિાધ વેરાયટીના દીવા જોવા મળી રહ્યા છે. હાલમાં ઘરાકીનું પ્રમાણ ઓછું છે. અંતિમ દિવસોમાં ખરીદી નીકળવાની આશા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38nJ5SH
0 Response to "ભુજ શહેરનું માર્કેટ દિવાળીના તહેવારો માટે સજ્જ બન્યું!, વેપારીઓને કમાણીની આશા"
Post a Comment