
અબડાસા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી ૩૨ રાઉન્ડમાં કરાશે
ભુજ, શનિવાર
આજરોજ જિલ્લા ચૂંટણી અિધકારી અને કલેકટરના અધ્યક્ષ સૃથાને ૧-અબડાસા મતવિસ્તાર પેટા ચૂંટણી ૨૦૨૦ની મતગણતરીની કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આગામી તા.૧૦ મીએ સવારે ૮ કલાકે સીવીલ એન્ડ એપ્લાઈડ મીકેનીકલ બિલ્ડીંગ, સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે હાથ ધરવામાં આવનાર મતગણતરીમાં ૪૩૧ મતદાન માથકોના મતોની ગણતરી કરાશે.
કુલ ત્રણ કાઉન્ટીંગ હોલમાં થનાર ગણતરી પૈકી બે હોલમાં ઈવીએમ મશીન અને ૧ હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબધૃધ અને તબક્કાવાર સુચારૃ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલ કચેરીઓ અને અિધકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટર તેમજ નાયબ ચુંટણી અિધકારીએ અમલીકરણની કામગીરી અને આગોતરા આયોજનનો તાગ મેળવી જરૃરી સૂચનો અને માર્ગદર્શન પુરા પાડયા હતા. મત ગણતરીના દિવસે જરૃરી સંશાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલ કર્મીઓ, ઉમેદવારો અને અિધકારીઓ અને સૃથળ તમામને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઈડલાઇન અનુરૃપ તૈયાર કરી તેમજ તેને અનુસરીને આ ગણતરી કરવામાં આવનાર છે. અંદાજે ૩૨ રાઉન્ડમાં થનાર કાઉન્ટીંગ અને તમામ કામગીરીમાં અંદાજે ૭૦૦ જેટલા ચુંટણી કર્મીઓ આ દિવસે ફરજ નિભાવશે.આ બેઠકમાં ઉચ્ચ અિધકારીઓ તેમજ સબંિધત કચેરીઓના સંકળાયેલા કર્મચારીઓ ઉપસિૃથત રહયા હતા.
ગણતરી મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
કચ્છ જિલ્લાના અબડાસા વિાધાનસભા પેટા ચુંટણીની કામગીરી તા.૧૨/૧૧/૨૦૨૦ સુાધી ચાલશે. આ દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૃરી સુચનાઓનો પાલન કરવાનો રહેશે. જિલ્લા મેજીસ્ટ્રે દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર મતગણતરીના દિવસે ગણતરી માથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર થી વાધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીં. સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહીં અને સરઘસ કાઢી શકાશે નહીં. ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત મોબાઇલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન કે સંદેશા વ્યવહારના કોઇ સાધનો કે અન્ય ઈલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જઇ શકશે નહીં. મતગણતરી માથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત વાહન લઇ જઇ શકશે નહીં. મણગણતરી માથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત બાકસ, લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
મત ગણતરીના દિવસે વાહનોના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
તાજેતરમાં થયેલ કચ્છ જિલ્લાના અબડાસા-૧ વિાધાનસભા પેટા ચુંટણી-૨૦૨૦ના મત ગણતરી ભુજ ખાતે આવેલ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસિૃથત રીતે યોજાય અને કાયદો અને વ્યવસૃથા જળવાય રહે તાથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર તા.૧૦/૧૧/૨૦૨૦ના કલાક ૦૬.૦૦ થી મતગણતરી પુર્ણ થયાના બે કલાક સુાધી કોઇપણ ભારે વાહનો ભગવતી હોટલ ચાર રસ્તાથી ઓાર્થોપેડિક હોસ્પિટલ રોડ એન્જિનિયરીંગ કોલેજ સુાધી. સહયોગનગર ચાર રસ્તા મુખ્ય રોડાથી એન્જિનિયરીંગ કોલેજ સુાધી વાહનો પસાર થઇ શકશે. વૈકલ્પિક વ્યવસૃથા માટે એરપોર્ટ રોડ ઉપર સહયોગનગર થઇ રોટરી નગર તરફ જઇ શકશે. ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારો તાથા તમામ અિધકારીઓ તાથા કર્મચારીઓ અવર જવર કરી શકશે તેમજ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા તાથા વસવાટ કરતા વ્યકિતઓ અવર જવર કરી શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eD4kkF
0 Response to "અબડાસા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી ૩૨ રાઉન્ડમાં કરાશે"
Post a Comment