ચરોતરમાં વાઘબારસ પર્વ ધામધૂમથી મનાવાયું : દીવા-રોશનીથી ઘરો ઝળહળ્યાં

ચરોતરમાં વાઘબારસ પર્વ ધામધૂમથી મનાવાયું : દીવા-રોશનીથી ઘરો ઝળહળ્યાં


આણંદ, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર

બુધવારના રોજ અગિયારસ પર્વની સાથે જ પર્વોની શ્રેણી દિપાવલીનો પ્રારંભ થઈ ચુક્યો છે. પર્વને લઈ આણંદ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના તમામ હિન્દુ મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. સાથે સાથે લોકોએ પણ ઘરના આંગણામાં રંગોળીની સાથે સીરીઝો તેમજ દિપકની રોશની કરી પર્વની ઉજવણીની શરૂઆત કરી છે. પર્વને લઈ વિવિધ હિન્દુ મંદિરો ખાતે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરૂવારના રોજ વાકબારસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સવોનું સ્નેહ સંમેલન એટલે પ્રકાશનું પર્વ દિપાવલી. ઘરમાં સુખ-સમૃધ્ધિ રહે તેમજ અસુરી શક્તિઓનો નાશ થાય તે હેતુથી દિપકના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ એકાદશીથી જ પર્વની ઉજવણી શરૂ કરાતી હોય છે અને ખાસ કરીને ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસોની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે. બુધવારના રોજથી શરૂ થયેલ દિપાવલી પર્વની શ્રેણીમાં આજે ગુરૂવારના રોજ વાઘબારસની જિલ્લાવાસીઓએ ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ગૃહિણીઓ તથા યુવતીઓ દ્વારા પોતાના ઘરઆંગણે રંગબેરંગી રંગોળી બનાવવામાં આવી હતી. ઘર આંગણે આકર્ષક રંગોથી રંગોળી કરવાથી તે નિહાળતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. કેટલાક પરિવારો દ્વારા ઘરઆંગણે દિવડા પ્રગટાવી તેમજ ઘર ઉપર સીરીઝો લગાવી આકર્ષક રોશની કરવામાં આવી છે. વિવિધ સીરીઝોની સજાવટ સાથે કરાયેલ રોશની અહ્લાદક લાગતી હોય છે.

હિન્દુ સંસ્કૃતિની પ્રથા અનુસાર મોટાભાગના લોકોએ ઘરની આસપાસ દીવા પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી શરૂ કરી છે. આગામી પાંચ દિવસ સુધી લોકો પોતાના ઘરના આંગણે દીવા પ્રગટાવશે. આજે પણ હિન્દુ સંસ્કૃતિમાં ઘર આંગણે તુલસી ક્યારે દીવો પ્રગટાવવાની બોલબાલા જોવા મળે છે.

 હાલ તો આણંદ જિલ્લામાં દિવાળી પર્વને લઈને વિવિધ મંદિરો, દુકાનો અને કેટલીક બહુમાળી ઈમારતોને સીરીઝો લગાવી તેમજ દીવા કરી રોશનીથી સજાવવામાં આવ્યા છે. રાત્રિના સુમારે આ નજારો નયનરમ્ય લાગતો હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnMPvu

0 Response to "ચરોતરમાં વાઘબારસ પર્વ ધામધૂમથી મનાવાયું : દીવા-રોશનીથી ઘરો ઝળહળ્યાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel