
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના 9 સહિત કોરોના પોઝિટિવના 13 કેસ
નડિયાદ, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર
ખેડા જીલ્લામાં કોરોનાના તેર નવા પોઝીટીવ કેસોનો ઉમેરો થયો છે.જેમાં નડિયાદ શહેરમાં આજે બે અને તાલુકામાં સાત નવા કોરોનાનો કેસ નોધાયા છે.
જ્યારે મહેમદાવાદમાં બે નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જ્યારે કઠલાલ અને કપડવંજમાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.આ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૭૬૩ પહોંચ્યો છે. ખેડા જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે.જિલ્લામાં આજે ફરી તેર નવા કોરોનાના કેસો નોધાયા છે.નડિયાદ તાલુકામાં આજે સૌથી વધુ સાત કોરોનાના કેસો નોધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી છેવાડાના લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
જેના કારણે સતત કોરોનાના આંકડો વધી રહ્યો હોવાનુ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કોરોના અંગેની જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ આરોગ્ય કેન્દ્રો પર કોરોના ટેસ્ટ કરવાની સગવડ ઉભી કરાઇ હોવાનુ આરોગ્ય કર્મચારીઓ જણાવી રહ્યા છે.
નડિયાદ શહેરમાં તથા તાલુકામાં નોંધાયેલા કેસ
* પુરુષ ઉં.વ.૪૨ હસ્તીનાપૂરી સોસાયટી,નડિયાદ * પુરુષ ઉં.વ.૫૦ ત્રીમૂર્તિ સોસાયટી,નડિયાદ * પુરુષ ઉં.વ.૭૫ રામપોળ,મરીડા * મહિલા ઉં.વ.૩૦ ગોકળપુરા,મરીડા * પુરુષ ઉં.વ.૬૮ નવરંગ સોસાયટી,ઉત્તરસંડા * પુરુષ ઉં.વ.૧૬ રબારી ભાગોળ,નરસંડા * પુરુષ ઉં.વ.૧૮ રબારી ભાગોળ,નરસંડા * મહિલા ઉં.વ.૭૦ કાકાપટ્ટી,નરસંડા * મહિલા ઉં.વ.૫૭ નવી ઇન્દિરાનગરી-કણજરી.
જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
* પુરુષ ઉં.વ.૭૨ પટેલ ફળીયુ,ટેકરીવાળુ,લસુન્દ્રા તા.કઠલાલ * મહિલા ઉં.વ.૬૩ મીના બજાર,માણેક કોમ્પલેક્ષ,કપડવંજ * મહિલા ઉં.વ.૩૨ રઇજીપૂરા,સરસવણી તા. મહેમદાવાદ * પુરુષ ઉં.વ. ૫૫ સોમનાથ સોસાયટી, તા. મહેમદાવાદ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3poTaoI
0 Response to "ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના 9 સહિત કોરોના પોઝિટિવના 13 કેસ"
Post a Comment