બાઈક પર ઇન્ટરવ્યૂ આપવા જતા બે યુવકોનાં વાહનની ટક્કરથી મોત

બાઈક પર ઇન્ટરવ્યૂ આપવા જતા બે યુવકોનાં વાહનની ટક્કરથી મોત


બગોદરા, તા.30 નવેમ્બર 2020, સોમવાર

અમદાવાદ જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા-સરોડા રોડ પર અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતાં બંન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં અકસ્માતોના બનાવોએ માઝા મુકી છે ત્યારે ધોળકા તાલુકાના બે યુવકો બાઈક પર નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જલાલપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન ધોળકા-સરોડા રોડ પર પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર બન્ને યુવાનો પરેશ જગદીશભાઈ પરમાર ઉ.વ.૨૦ તથા પંકજ ગુણવંતભાઈ પરમાર ઉ.વ.૧૯ બન્ને રહે.જલાલપુર તા.ધોળકાવાળાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં તેમજ જિલ્લા પંચાયત સદ્દસ્ય મનીષભાઈ મકવાણા સહિત પરિવારજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ૧૦૮ના પાયલોટ વનરાજસિંહ ચાવડા તથા ઈએમટી બિન્દીયા ગોર સહિતનાઓ દ્વારા લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા સીસીટીવી કેમેરાની મદદથી વધુ તપાસ હાથધરી હતી તેમજ ધોળકા તાલુકાના નોકરી માટે જઈ રહેલ બે યુવકોના અકસ્માતમાં મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o7hg5Z

0 Response to "બાઈક પર ઇન્ટરવ્યૂ આપવા જતા બે યુવકોનાં વાહનની ટક્કરથી મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel