
અંજારમાં ધોળા દિવસે છરી તેમજ કટ્ટો બતાવી કારની લૂંટથી ચકચાર
ભુજ, સોમવાર
કચ્છમાં કાયદો અને વ્યવસૃથાની સિૃથતિ ચિંથરે હાલ થઈ ગઈ હોય તેમ અંજારમાં ધોળા દિવસે ભરચક્ક વિસ્તારમાંથી કારને આંતરીને છરી તાથા દેશી તમંચો (કટ્ટો)બતાવી કાર, રોકડ રકમ, લેપટોપ સહિતની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે. મુંદ્રાના ભોરારા પાટિયા પાસે ટ્રેલર ચાલક અને અંજારના વરસાણા પુલિયા પાસે એક યુવક સાથે લૂંટ થયા બાદ આ ત્રીજો બનાવ નોંધાતા કચ્છમાં કાયદો અને વ્યવસૃથાની સિૃથતિ જાણે કે ચિંથરે હાલ થઈ ગઈ હોય તેવો ભય લોકોમાં વ્યાપી ગયો છે.
અંજારમાં બનેલી કારની લૂંટની ઘટના અંગેની મળતી વિગતો અનુસાર ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા શિરીષભાઈ શ્રીવાસ્તવ આજે સવારે પોતાની જીજે ૧૨ સીડી ૧૧૨૬ નંબરની કારમાં બેસીને પોતાની ઓફિસ જવા નિકળ્યા હતા. કાર તેમનો ડ્રાઈવર પ્રતાપ ઠાકોર ચલાવી રહ્યો હતો. સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ બાગેશ્રી સોસાયટીથી આગળ ગુરૃગોવિંદસિંહ સોસાયટીના ખુણા નજીક પહોંચ્યા ત્યારે અચાનક આવી ચડેલા બે શખ્સોએ કાર આડે ઉભા રહી લીફ્ટ માગી હતી. ડ્રાઈવરે લીફ્ટ આપવાની ના પાડતા એક શખ્સે તેની આંખોમાં સ્પ્રે છાંટી ડ્રાઈવરને બહાર કાઢી તમંચો બતાવી તેની પાસેાથી કારની ચાવી છીનવી લીધી હતી. જ્યારે બીજા શખ્સે પાછળ બેઠેલા શિરીષભાઈ પાસે બેસી જઈ છરી બતાવી જે કંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી. જેના પગલે ફરિયાદીએ કારમાંથી ઉતરીને બુમાબુમ કરી દોટ મુકી હતી. આ દરમિયાન લોકો એકત્ર થઈ જતા બંને શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આાધારે તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1Yygu
0 Response to "અંજારમાં ધોળા દિવસે છરી તેમજ કટ્ટો બતાવી કારની લૂંટથી ચકચાર"
Post a Comment