
કચ્છભરમાં રાજકીય ઉત્તેજના વચ્ચે આજે અબડાસા પેટા ચૂંટણીનું મતદાન
- મતદાન મથકોને સેનેટાઈઝ કરાયા : થર્મલ સ્કેનિંગમાં શંકાસ્પદ જણાય તેવા મતદારોને અલગ રૃમમાં મતદાન કરાવાશે
ભુજ, સોમવાર
છેલ્લા એકાદ માસાથી સમગ્ર કચ્છમાં રાજકીય ઉત્તેજનાનો માહોલ પેદા કરનાર અબડાસા વિાધાનસભા બેઠકની પેટા ચૂંટણી આખરે આવી પહોંચી છે. આવતીકાલે તા.૩ને મંગળવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુાધી પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં આ બેઠક પર નોંધાયેલા ૧,૨૧,૫૯૦ પુરૃષ તાથા ૧,૧૨,૯૨૨ સ્ત્રી મળી કુલ ૨,૩૪,૫૧૨ મતદારો મતદાન કરશે. બીજી તરફ તંત્ર દ્વારા ત્રણ તાલુકામાં ઉભા કરાયેલા કુલ ૪૩૧ મતદાન માથકો પર ત્રણ હજારાથી વધુ સ્ટાફને ચૂંટણી ફરજ માટે આજે રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને લઈને તમામ મતદાન માથકો સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.
અબડાસા વિાધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓને આજે તંત્રએ આખરી ઓપ આપ્યો હતો. મતદાન કરવા આવનાર તમામ લોકોના થર્મલ સ્કેનીંગ કરવાના હોય તેની ખાસ વ્યવસૃથા કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળા દોરી દેવામાં આવ્યા હતા. થર્મલસ્કેનિંગમાં કોઈ મતદાર શંકાસ્પદ જણાય તો તેને મતદાન કરવા માટે અલગ રૃમની વ્યવસૃથા પણ દરેક મતદાન માથકોએ રાખવામાં આવી છે. નલિયાના હોિથવાંઢ ખાતે મરીન વિભાગના સંકુલમાંથી તમામ મતદાન માથકના સ્ટાફને ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરીને તેના મતદાન માથકોએ રવાના કરવામાં આવ્યા હતા. દરેક કર્મચારીઓ માટે માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, સાબુ સહિતની વ્યવસૃથા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણીમાં ૬૭.૧૪ ટકા મતદાન થયું હતું. કુલ ર,ર૩,૭૮૭ મતદારોમાંથી ૧,૫૦,૨૬૧ લોકોએ પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. તેની સરખામણીએ આ વખતે મતદાન ઓછુ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એક તો પેટા ચૂંટણીમાં આમ પણ લોકોએ ઓછો રસ હોય છે, તેવામાં આ વખતે કોરોનાની મહામારી પણ ઓછા મતદાન માટે મહત્વની ભૂમિકા ભજવશે.
અબડાસાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તાથા વિવિાધ પક્ષ અને અપક્ષ મળીને કુલ દસ ઉમેદવારો મેદાનમાં છે. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ઉમેદવારો તેમજ આગેવાનો અને તેમના સમાર્થકોએ ઘરે ઘરે ફરીને લોકોને મતદાન કરવા માટે અપિલ કરી હતી. મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો આજે મોડી સાંજ સુાધીમાં ઉમેદવારો કરી ચૂક્યા હતા. આવતીકાલે મંગળવારે મતદાન થયા બાદ આગામી તા.૧૦ના રોજ ભુજની સરકારી ઈજનેરી કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JwKCM4
0 Response to "કચ્છભરમાં રાજકીય ઉત્તેજના વચ્ચે આજે અબડાસા પેટા ચૂંટણીનું મતદાન"
Post a Comment