
નલિયા ૧૪.૭ : રાજકીય ગરમાવા વચ્ચે ઠંડીની પક્કડ વધુ મજબૂત બની
ભુજ,સોમવાર
કચ્છમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો એકાથી બે ડિગ્રી જેટલો નીચે સરક્યો હતો. નલિયામાં રાજકીય ગરમીના માહોલ વચ્ચે ઠંડીની પક્કડ વધુ મજબુત બની છે. ન્યુનત્તમ પારો દોઢ ડિગ્રી જેટલો નીચે ઉતરીને ૧૪.૭ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો જે રાજ્યનું સૌથી ઠંડુ માથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં ૧૭.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૧૯.૯ ડિગ્રી અને અને ભુજમાં ર૦ ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે શરદપૂનમની રાત પછીથી શિયાળાની અસલી મીજાજ અનુભવાતો હોય છે. જિલ્લામાં નવરાત્રિ બાદ વાતાવરણમાં પરિવર્તન આવ્યું હોઈ રાત્રીથી સવાર સુાધી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ન્યુનત્તમ તાપમાનનો પારો ધીમી ગતિએ નીચે સરકી રહ્યો છે. નલિયામાં ગઈકાલની તુલનાએ દોઢ ડિગ્રી જેટલો ઘટાડો થઈને સીઝનનું સૌથી નીચુ તાપમાન ૧૪.૭ ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વિશેષ અનુભવાયું હતું. લોકો ગરમવસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું.
ભુજમાં મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટમાં ૩૪.ર ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૩૩.૩ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ભુજમાં સવારે પપ ટકા અને સાંજે ર૦ ટકા નોંધાયું હતું. પવનની દિશા ઉત્તર-પૂર્વની અને સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૪ કિ.મી.ની હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kSwTwU
0 Response to "નલિયા ૧૪.૭ : રાજકીય ગરમાવા વચ્ચે ઠંડીની પક્કડ વધુ મજબૂત બની"
Post a Comment