બોટાદના લાઠીદડ ગામે મહિલા સહિત ચારના રહસ્યમય મોત

બોટાદના લાઠીદડ ગામે મહિલા સહિત ચારના રહસ્યમય મોત


- વતનથી પરત ફરતી વેળાએ વડોદરા નજીક આવેલ ધર્મશાળામાં ભોજન લીધું હતું : ફોરેન્સીક રિપોર્ટ આધારે મોતનું રહસ્ય ખુલશે

- લાઠીદડ ખેતમજુરી કામ અર્થે સ્થાઇ થયેલ પરિવારને એકાએક ઝાડા-ઉલ્ટી થતા સારવારમાં ખસેડાયા હતાં ઃ એક યુવાન હજુ સારવારમાં

ભાવનગર, તા. 25 નવેમ્બર 2020, બુધવાર

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ખેતમજુરી કામ કરતો પરિવાર દિવાળીના તહેવારો બાદ છોટા ઉદેપુર વતનથી પરત ફરતા બીજા દિવસે પરિવારના પાંચ સદસ્યને ઝાડા-ઉલ્ટી થતા તમામને સારવારમાં ખસેડાયા હતાં જ્યાં એક મહિલા સહિત ચારના રહસ્યમય રીતે હોસ્પિટલ બિછાને મૃત્યુ નિપજવા પામ્યા હતાં. જ્યારે હજુ એક યુવાન સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વતનથી પરત ફરતી વેળાએ વડોદરા નજીક ધર્મશાળામાં ભોજન લઇ પરત ફર્યાં હોવાનું જ્યારે મૃતકોના ફોરેન્સીક રિપોર્ટ આધારે મોતનું રહસ્ય ખુલશે તેમ જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ખેતમજુરી અર્થે સ્થાઇ થયેલ મુળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કથમુંઢવા ગામનો પરિવાર દિવાળીના તહેવારો અનુસંધાને પોતાના વતન ગયો હતો ત્યાંથી ગત તા.૨૧-૧૧ના રોજ વહેલી સવારે લાઠીદડ ગામે આવવા નિકળ્યો હતો દરમિયાન વડોદરા નજીક આવેલ એક ધર્મશાળામાં તમામે ભોજન લઇ રાત્રિના લાઠીદડ ગામે આવ્યો હતો જ્યાં છોટા ઉદેપુર પંથકના ત્રિકમભાઇ કુંદનભાઇ નાયક (ઉ.વ.૫૮), રતનભાઇ કુંદનભાઇ નાયક (ઉ.વ.૫૨), કાંતાબેન ત્રિકમભાઇ નાયક (ઉ.વ.૫૫), ફતેસિંહ ભાવસિંહ બારૈયા (ઉ.વ.૪૦) અને પ્રવિણભાઇ મોહનભાઇ નાયક (ઉ.વ.૩૦)ને એકાએક ઝાડા-ઉલ્ટી થતા તમામને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ત્રિકમભાઇ નાયકનું ગત રાત્રિના મૃત્યુ નિપજ્યા બાદ અન્ય તેમના પત્ની કાંતાબેન ત્રિકમભાઇ, રતનભાઇ નાયક અને ફતેસિંહ ભાવસિંહના પણ રહસ્યમય રીતે મૃત્યુ નિપજવા પામ્યા હતાં. ચારેયના મૃત્યુ પર્યાત મૃત્યુનું કારણ અકબધ્ધ રહ્યું હતું. બનાવના પગલે બોટાદ પો.સ્ટે.ના પી.આઇ. સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ પ્રવિણભાઇ મોહનભાઇ નાયકની જાણવાજોગ લઇ પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ હાથ ધર્યાં હતાં. બનાવ અનુસંધાને બોટાદ પો.સ્ટે.ના પી.આઇ. કરમટીયાએ જણાવ્યું હતું કે, ચારેયના મૃત્યુનું કારણ હજુ જાણવું શક્ય બન્યું નથી પરંતુ ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fyBt1i

0 Response to "બોટાદના લાઠીદડ ગામે મહિલા સહિત ચારના રહસ્યમય મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel