ભોજવા ગામ પાસે ઇકો કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક શિક્ષિકાનું મોત

ભોજવા ગામ પાસે ઇકો કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક શિક્ષિકાનું મોત


વિરમગામ, તા.23 નવેમ્બર 2020, સોમવાર

વિરમગામ માંડલ હાઇ-વે ઉપર ભોજવા ગામ નજીક ઇકો ગાડીના ચાલકે પુરઝડપે હંકારી એક્ટિવાચાલક શિક્ષિકાને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઇકો ચાલક નાસી છૂટયો હતો જે અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ અલીગઢ વિસ્તારમાં રહેતા માસુમાબેન આસીફભાઈ કપાસી (ઉ.વ.- ૨૭) ભોજવા ખાતે આવેલ ત્રિપદા ગુરૂકુલ સ્કૂલમાં એક્ટિવા લઈને ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ભોજવા પાસે ઇકોના ચાલકે આગળ જઈ રહેલા માસુમાબહેનના વાહનને ટક્કર મારતા માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજાવી ઇકો ગાડીનો ચાલક નાસી છૂટયો હતો.આ બનાવની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી લાશનો કબજો લઈ પી.એમ.ની તજવીજ હાથ ધરી હતી. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ભાગી છૂટેલ ઇકો ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V13DZj

0 Response to "ભોજવા ગામ પાસે ઇકો કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક શિક્ષિકાનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel