છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી કેસ નોંધાયા, જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ

છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી કેસ નોંધાયા, જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ

અમદાવાદ, તા.18 નવેમ્બર 2020, બુધવાર

15 તારીખ દિવાળીના રોજ 450 અને 16 તારીખ બેસતા વર્ષના રોજ 429 કોવિડને લગતી ફરિયાદના કોલ 108 ઈમરજન્સી સેવાને મળ્યા છે. તો 17 તારીખના રોજ પણ 400 થી વધુ કોવિડ માટેની ફરિયાદના કોલ્સ 108 ને મળ્યા છે. 

જેના પરથી સાબિત થાય છે કે હજુ પણ કોરોના સંક્રમણ યથાવત છે અને લોકોએ બચીને રહેવાની તાતી જરૂર છે. સાથે સાથે રાજ્યભરની અન્ય ઈમરજન્સીમાં પણ વિશેષ વધારો નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી પણ નોંધાઈ. જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ છે. તો બીજી તરફ રોડ અકસ્માતના કેસોમાં પણ નોંધપાત્ર 151 ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના દિવસોમાં રાજ્યમાં 841 રોડ અકસ્માત કેસ નોંધાયા જે સામાન્ય દિવસોમાં એવરેજ 335 હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kmr0Lb

0 Response to "છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી કેસ નોંધાયા, જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel