કચ્છની સોની બજારમાં ફક્ત ભાવ જ પુછીને સંતોષ માનતા ગ્રાહકો!

કચ્છની સોની બજારમાં ફક્ત ભાવ જ પુછીને સંતોષ માનતા ગ્રાહકો!

ભુજ,સોમવાર

લોકડાઉન બાદ હાલમાં સમગ્ર દેશમાં અનલોકમાં છુટછાટ મળી છે. પરંતુ કચ્છમાં છેલ્લા ત્રણ માસાથી કોરોનાના કેસો વાધતા સંક્રમણને અટકાવવા તકેદારીરૃપે લોકો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. હાલમાં સોનાના ભાવ ઓછા થયા હોવા છતાં સોની બજારમાં સુસ્તીનો માહોલ યાથાવત રહ્યો છે.

કોરોનાના પગલે આ વર્ષે અનેક લગ્નો મોકુફ રહ્યા બાદ સમયાંતરે અનલોક તબક્કામાં છુટછાટ મળતા લગ્ન પ્રસંગો શક્ય બન્યા છે. મળતી માહિતી મુજબ મોટા ભાગના લગ્નો નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનાર છે તેમ છતાં હજુ પણ તેનીખરીદીની ચમક બજારમાં દેખાઈ નાથી થોડા સમયમાં  થયેલા સોનાના ભાવ આસમાને આંબ્યા હતા પરંતુ છેલ્લા સપ્તાહાથી પીળુ ધાતુના ભાવોમાં ઘટાડો આવ્યો છે તેમ છતાં સોની બજારમાં હજુ રોનક આવી નાથી. જો કે લગ્ન સરાની સીઝન પહેલાં ઘરાકીમાં તેજી આવશે તો ગ્રાહકોની સુરક્ષા તાથા કોરોનામાં તકેદારીરૃપ નિયમોની અમલવારી માટે શો રૃમના સંચાલકોએ તમામ તૈયારીઓ કરી દીધી છે પરંતુ કચ્છમાં જાગૃતોમાં કોરોનામાં તકેદારીના પગલાં અને કોરોના સંક્રમણના હાઉના કારણે બજારમાં સુસ્તીનું વાતાવરણ થયાવત રહેવા પામ્યું છે. મળતી માહિતી મુજબ અમુક વેપારીઓ આગામી તહેવારો નવરાત્રિ અને દિવાળીના દિવસોમાં તેજી આવશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે વેપારીઓને આ મુર્હુતો દરમિયાન પણ ખાસ ઘરાકીની અપેક્ષા નાથી. અનુભવી વેપારીઓના મતે નવરાત્રિ અને દિવાળી જેવા મહા પર્વોમાં ઘરાકીની આશા સેવાય છે પરંતુ આ સમયે સોનાનો ભાવ વાધારો નડે તેવી પણ શક્યતા છે. અત્રે ઉલ્લેખનિય છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે તહેવારોમાં પણ પ૦ ટકા પણ ઘરાકી નીકળે તો આિાર્થક મંદિની થપાટ ખાતા આ વ્યવસાય સાથે સંકડાયેલા ધંધાર્થીઓને રાહત મળે એમ છે. જો કે, સંપૂર્ણ પરિસિૃથતિ યાથાવત થતા એકાદ વર્ષ તો સામાન્ય રીતે થઈ જ જશે. ત્યાર બાદ કદાચ સોનાના ભાવમાં ઘટાડો થાય અને ઘરાકી જામે એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ll85NF

0 Response to "કચ્છની સોની બજારમાં ફક્ત ભાવ જ પુછીને સંતોષ માનતા ગ્રાહકો!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel