
અંજારના ઐતિહાસિક મેકમર્ડોના બંગલામાં કચ્છી કલા મૃતઃપાય
ભુજ, સોમવાર
ઐતિહાસિક શહેર અંજારમાં આવેલો મેકમર્ડો બંગલો ૨૦૨ વર્ષ પહેલા બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રાથમ રાજકીય નિવાસી પ્રતિનિિધ જેમ્સ મેકમર્ડો દ્વારા અંજારમાં તેના નિવાસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જેાથી આ બંગલાનું નામ મેકમર્ડો રાખવામાં આવ્યું હતું. આ બંગલામાં કચ્છી કારીગરો દ્વારા સુંદર ભીતચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. જે હાલમાં પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે વિલુપ્તતાના આરે છે.
કચ્છમાં બે દાયકા પહેલા આવેલા ગોઝારા ભૂકંપ બાદ અંજારમાં ૧ થી ૪ નંબરની ટાઉન પ્લાનીંગ સ્કીમ જાહેર કરાઈ હતી. જેમાં ટીપી - ૩માં પુરાતત્વ ખાતાએ આ મેકમર્ડો બંગલોને રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું હતું. જેના કારણે પુરાતત્વ ખાતાના નિયમ મુજબ આ બંગલાની આસપાસ ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઈ બાંધકામની મંજુરી પણ મળતી ન હતી. જે માટેની ૧૫ વર્ષ સુાધી લડત ચલાવ્યા બાદ અંતે શરતોને આાધીન નવું બાંધકામ કરવા માટે પરવાનગી મળી હતી. પરંતુ પુરાતત્વ ખાતાએ રક્ષિત સ્મારક જાહેર કરી દીધા બાદ આ મેકમર્ડો બંગલો રક્ષિત રહે એ માટે તંત્ર દ્વારા કોઈ જ પ્રયત્નો ન કર્યા હોવાથી હાલમાં આ બંગલો ધુળ ખાતો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ તેની આજુબાજુ કાચા પાકા દબાણો તેમજ આ બંગલામાં ગેરપ્રવૃતિ પણ થવા માંડી હતી. જે હાલમાં પણ યાથાવત જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે તત્કાલીન કલેકટરએ પુરાતત્વ વિભાગના કર્મચારીઓને સાથે રાખી મેકમર્ડો બંગલાની મુલાકાત લીધી હતી. જ્યાં બંગલાની દુર્દશા જોઈને જાળવણી માટેની ખાસ સુચના આપી હતી. તેમ છતાં તંત્ર દ્વારા બંગલાની જાળવણી માટે કોઈ દરકાર ન લેવાતા જાળવણીના અભાવે ગંદકી અને કચ્છી સંસ્કૃતિના ભીતચિત્રોનું સોથ વળી રહ્યો છે.
જાગૃત શહેરીજનોના કહેવા મુજબ ૨૦૨ વર્ષ જુના આ બંગલાની દરકાર લેવાય તો શહેરના જેસલ-તોરલની સમાિધ બાદ લોકો આ મેકમર્ડો બંગલો જોવા પણ નક્કી જાય જેને કારણે તે ટુરિસ્ટ પેલેસ પણ બની શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા કામગીરીના બદલે માત્ર બહાના બાજી થતી હોઈ હાલના સમયમાં આ અમુલ્ય સ્મારક ધુળ ખાઈ રહ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30DQY1I
0 Response to "અંજારના ઐતિહાસિક મેકમર્ડોના બંગલામાં કચ્છી કલા મૃતઃપાય"
Post a Comment