
કટ ઓફમાં મોટો ઘટાડો : માત્ર 70 ટકા માર્કસથી ટોપ 100માં સ્થાન
અમદાવાદ, તા. 5 ઓક્ટોબર, 2020, સોમવાર
જેઈઈ એડવાન્સનુ પેપર અઘરૂ રહેતા ઓવરઓલ પરિણામ ઘણું નીચુ રહયુ છે અને કટ ઓફમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 70 ટકા માર્કસ સાથે ટોપ 100માં કેટલાક વિદ્યાર્થીને સ્થાન મળ્યુ છે.
વિદ્યાર્થીઓ અને કોચિંગ એક્સપર્ટસના જણાવ્યા મુજબ આ વર્ષની એડવાન્સી પરીક્ષા ખૂબ જ અઘરી હતી.જેેમાં ખાસ કરીને ફિઝિક્સના પ્રશ્નોએ વિદ્યાર્થીઓના ટાર્ગેટ સ્કોર બગાડી નાખ્યા છે. પેટર્ન પણ 396 માર્કસની હતી.
ગત વર્ષેે દેશમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને 360માંથી 346 માર્કસ હતા ત્યારે આ વર્ષે 396માંથી 352 માર્કસ છે.આ ઉપરાંત 280 માર્કસ સાથે 70 ટકા પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન પામી ચુક્યા છે.એટલુ જ નહી ઘણા ઓછા સ્કોર સાથે અનેક વિદ્યાર્થીઓ દેશના ટોપ 1000મા આવી ગયા છે.જ્યારે આઈઆઈટી પ્રવેશ માટે કટ ઓફ ઘણું નીચે લઈ જવાયુ છે.
ગત વર્ષે ઓવરઓલ કટ ઓફ માર્કસ જનરલ કેટગરીમાં 93 હતા જે આ વર્ષે 69 છે અને ગત વર્ષે જનરલ કેટેગરીમાં ઓવર ઓલ માર્કસ ટકાવારી 25 ટકા હતી જે આ વર્ષે 17.5 ટકા છે.ગત વર્ષનું ઓવરઓલ પરિણામ જોઈએ તો ગત વર્ષે 174432 રજિસ્ટર્ડ થયા હતા.
અને જેમંથી 161319 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તેમજ 23.99 ટકા લેખે 38705 વિદ્યાર્થી ક્વોલીફાઈ થયા હતા જેમાં 5356 વિદ્યાર્થિનીઓ છે.38705માંથી 13604 વિદ્યાર્થીઓને વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ ફાળવાયો હતો.આ વર્ષે 43204 કવોલીફાઈ કરાયા છે.જેમાં 6707 વિદ્યાર્થિનીઓ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33zG3YS
0 Response to "કટ ઓફમાં મોટો ઘટાડો : માત્ર 70 ટકા માર્કસથી ટોપ 100માં સ્થાન"
Post a Comment