બ્રોકરની દીકરીના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી

બ્રોકરની દીકરીના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી


અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર

વસ્ત્રાપુરના સિંધુબવન રોડ પર રહેતા બ્રોકરની સગીર દિકરીના ફોટા સોશિયલ મિડીયા પર વાઈરલ કરવાની તથા બ્રોકરને ઉપાડી જવાની ધમકી આપનારા શખ્સની વસ્ત્રાપુર પોલીસે અટક કરી છે. સગીરા સોશિયલ મિડીયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સિંધુભવન રોડ પર રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા બ્રોકરની સગીર પુત્રીને દોઢેક વર્ષ પહેલા ક્રિશ્નનગરમાં રહેતા રૂત્વીક ગઢવી(21) સાથે મિત્રતા થઈ હતી. બાદાં રૂત્વીક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગડી જતા 2019માં તેની વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. બાદમાં જોકે સગીરાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેમછતા રૂત્વીક તેને પરેશાન કરતો હતો.

દરમિયાન સગીરા વાત કરતી ન હોવાથી ઉશ્કેરાયેવા રૂત્વીકે સગીરાને તેના ફોટા સોશિયલ મિડીયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહી સગીરાના પિતાને ઉપાડી જવાની તથા તેમની કારમાં તોડફોડ કરવાની ધમકી આપી હતી. જેને પગલે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે રૂત્વીક ગઢવીની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3owyt9S

0 Response to "બ્રોકરની દીકરીના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel