
રાણીપમાં ગેરકાયદે બાંધકામ દૂર,પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અનેદબાણ હટાવવાની ઝુબેશના ભાગરૂપે રાણીપ વોર્ડમાં ગેરકાયદે બાંધવામાં આવેલા કોમર્શિયલ બાંધકામને દુર કરી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરાઈ છે.
આ સિવાય અન્ય ઝોનમાં પણ દબાણો દુર કરાયા છે.પુર્વ ઝોનમાં ફેરીયાઓ માસ્ક પહેરતા ન હોવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 23 ફેરીયાઓ સામે કાર્યવાહી કેમ ન કરવી એ મતલબની નોટીસ તંત્ર દ્વારા અપાઈ છે.
શહેરના પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં ચેનપુર પેટ્રોલપંપ પાસે શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટના બી બ્લોકના ભોયતળીયે જી-વન ફલેટના માલિક દ્વારા માર્જીનની જગ્યામાં 750 ચો.ફુટ કોમર્શિયલ પ્રકારનું બાંધકામ એસ્ટેટ વિભાગે તોડી પાડી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરી છે.
આનંદ પાર્ટી પ્લોટ પાસે એ-1 બેકર્સ નામનું કોમર્શિયલ બાંધકામ દુર કરાયું છે.આનંદ પાર્ટી પ્લોટથી ચેનપુર સ્મશાન સુધીના રસ્તા પરના દબાણ હટાવાયા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ગોતા ચોકડીથી ઓગણજ તરફના રોડ પરથી કાચા શેડ,ક્રોસવોલના દબાણ હટાવાયા છે.
ઘાટલોડિયા વોર્ડમાં છાયા ફલેટથી આનંદનગર ત્રણ રસ્તા સુધીમાં ઓટલા,બાથરૂમ અને સીડી પ્રકારના 21 દબાણો તોડવામાં આવ્યા છે.પુર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં સતાધાર એસ્ટેટમાં પહેલા માળે 750 ચો.ફુટમાં ત્રણ કોમર્શિયલ પ્રકારના ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34z4ar9
0 Response to "રાણીપમાં ગેરકાયદે બાંધકામ દૂર,પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ"
Post a Comment