પરંપરાગત તહેવારોની મીઠાઈનું સ્થાન હવે ચોકલેટે આંચકી લીધું

પરંપરાગત તહેવારોની મીઠાઈનું સ્થાન હવે ચોકલેટે આંચકી લીધું

ભુજ,શનિવાર

પરંપરાગત તહેવારો સાથે ચોક્કસ મીઠાઈ ખાવાનો રીવાજ સદીઓાથી ચાલતો આવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં વિવિાધ પર્વોની સાથે જોડાયેલી મીઠાઈઓનું સૃથાન ચોકલેટ લઈ રહી છે. અગાઉ મહાપર્વના તહેવારો શરૃ થતા અગીયારસાથી છેક ભાઈબીજ સુાધી પરંપરાગત મીઠાઈઓ પરીસાતી, તો નવા વર્ષે શુભેચ્છાની આપ-લે કરવા જતાં એક બીજાના ઘરે પણ પર્વ સાથે જોડાયેલી મીઠાઈ અચુક મુકવામાં આવતી હતી. તેના બદલે હવે વિવિાધ ફલેવરમાં હેન્ડમેડ ચોકલેટ મુકવામાં આવી રહી છે. આમ પરંપરાગત મીઠાઈઓનું સૃથાન ધીરે ધીરે ચોકલેટ લઈ રહી છે કહેવું અતિશયોકીત નહી ગણાય. ચોકલેટનું ચલણ વાધતા તહેવારોની મીઠાઈનું વેચાણ ઘટયુું છે.

આ અંગે ચોકલેટના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓના કહેવા મુજબ છેલ્લા થોડા વર્ષોથી નાના-મોટા દરેક પર્વોમાં ચોકલેટની માંગ વાધી રહી છે. તેમના કહેવા પ્રમાણે ચોકલેટ દરેક વયની વ્યક્તિની પસંદગી છે. અવનવી વેરાયટીમાં વેચાણ થતી ચોકલેટ દરેકને ભાવે છે. તેાથી ડાયાબીટીસના દર્દીઓ માટે સુગર ફ્રી ચોકલેટ પણ મળી રહી છે. પાછલા થોડા વર્ષોથી ચોકલેટનું ચલણ વાધતા તહેવારોમાં લોકો ખરીદીમાં પ્રાથમ પસંદગી ચોકલેટ પર ઉતારે છે. યુવા વર્ગમાં હવે ટેસ્ટ બદલાયો હોય એમ મીઠાઈનું આકર્ષણ ઘટી રહ્યું છે. તેમજ મીઠાઈ લાંબો સમય સાચવી નાથી શકાતી તેાથી સરખામણીમાં ચોકલેટ વધુ સમય રાખી શકાય છે અને દિવાળી મહાપર્વ દરમિયાન મીઠાઈના ભાવ આસપાસને આંબતા હોય છે. જેની સામે ચોકલેટ કિંમતમાં સસ્તી પણ પડતી હોવાથી ચોકલેટની માંગ વાધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે. પર્વો દરમિયાન મીઠાઈના ચેકીંગમાં માવો સહિત હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરાઈ હોવાના અહેવાલો પણ ચમકતા રહે છે તેાથી પણ લોકો મીઠાઈના સૃથાને ચોકલેટ ખાવાનું પસંદ કરી રહ્યા છે.

જ્યારે મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીના કહેવા મુજબ પરંપરાગત મીઠાઈનું પણ એક અદકેરૃ મહત્વ છે તે ઋતુ અને શારીરિક જરૃરિયાત મુજબ કામ કરતી હોય છે તેમ છતાં સાંપ્રત સમયમાં લોકોને જોક ચોકલેટ તરફ ઢળી રહ્યો છે જેના કારણે મીઠાઈની માંગમાં રપાથી ૩૦ ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે ચોકલેટની માંગમાં ૩૦થી ૩પ ટકા વાધારો થયો છે જો કે કોરોના કાળમાં બહારનું ખાવાનું લોકો ટાળી રહ્યા હોઈ મીઠાઈની માંગ ઘટી છે એ પણ હકીકત છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34IeUDM

0 Response to "પરંપરાગત તહેવારોની મીઠાઈનું સ્થાન હવે ચોકલેટે આંચકી લીધું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel