
બુથમાં આવનાર મતદાતાઓનું ફરજીયાત તાપમાન માપી હાથ સેનેટાઈઝ કરાવાશે
ભુજ, શનિવાર
અબડાસા વિાધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન આગામી તા.૩ના રોજ સવારે ૭થી સાંજે ૬ કલાક સુાધી યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અંતર્ગત દરેક મતદાતા માટે વિશેષ તકેદારી રાખવામાં આવેલ છે. જે સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓ માટે વ્યવસૃથા કરવામાં આવેલ છે.
મતદાનના દિવસે મતદાન માથક ખાતે બે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવનાર છે. જેમાં એક પ્રતિક્ષા કક્ષ સામાન્ય મતદારો માટે તેમજ અન્ય એક પ્રતિક્ષા કક્ષ કોવિડ-૧૯ ના શંકાસ્પદ વ્યક્તિઓ માટે કરવામાં બનાવવામાં આવનાર છે. દરેક મતદાન માથક તા.૦૨ના રોજ સેનીટાઇઝ કરવામાં આવશે.
દરેક મતદાન માથક ઉપર મતદારો માટે અલગ-અલગ ત્રણ લાઇન કરવામાં આવશે. જેમાં દરેક લાઇનમાં સોશીયલ ડીસ્ટસીંગ જળવાઇ રહે તે માટે અલગ-અલગ ગોળ કુંડાળા કરવામાં આવશે. ત્રણ લાઇન પૈકી એક લાઇન સામાન્ય મતદારો માટે, બીજી લાઇન મહીલાઓ માટે, ત્રીજી લાઇન. દરેક મતદાન માથક ખાતે એક મેડીકલ ટીમની નિમણૂક કરવામાં આવશે. તે મેડીકલ ટીમ સૌપ્રાથમ થર્મલ ગન દ્વારા દરેક મતદાતાનું ટેમ્પરેચર માપશે. જે નોર્મલ આવ્યેાથી તે મતદાતાને હેન્ડ સેનીટાઇઝ કરાવવામાં આવશે. તે માટે દરેક મતદાન માથક ખાતે સેનીટાઇઝર, સાબુ, પાણીની વ્યવસૃથા કરવામાં આવેલ છે. ત્યારબાદ મતદાતાના એક હાથના હેન્ડ ગ્લોઝ આપવામાં આવશે. દરેક મતદાન માથકોએ વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે વ્હીલ ચેર તેમજ સહાયકની જરૃરીયાત મુજબ વ્યવસૃથા કરવામાં આવેલ છે.
૧૪૩ મતદાન મથકોનું લાઇવ વેબ કાસ્ટીંગ થશે
કુલ ૪૩૧ મતદાન માથકો પૈકી ૧૪૩ મતદાન માથકોનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. વિાધાનસભાની પેટા ચૂંટણી માટે અલગ-અલગ અંદાજીત ૨૫૦૦ જેટલો સ્ટાફ ૧લી નવેમ્બરના આવી જશે. ડીસ્પેચીંગ તેમજ રીસીવીંગ સેન્ટર ખાતે કુલ-૪૩૧ મતદાન માથકો માટે નિયત કરવામાં ૪૬ ઝોનલ રૃટ પ્રમાણે મંડપના ૪૬ ગાળા બનાવીને ડીસ્પેચીંગ અને રીસીવીંગની વ્યવસૃથા કરવામાં આવેલ છે.
૧૫૭૩ મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કર્યુ
વિાધાનસભા મતવિસ્તારના ૮૦ વર્ષાથી વાધુ વયની વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ કુલ ૫૪૩૦ વ્યક્તિઓને પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવેલ. તે અન્વયે ૧૬૯૭ મતદાતાઓએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરવાનો વિકલ્પ સ્વીકારવામાં આવેલ. જે ૧૬૯૭ મતદાતાઓ પૈકી ૧૫૭૩ (૯૨.૭૦%) મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરેલ.
૧૨૫૦ જેટલા સુરક્ષા જવાનો તૈનાત રહેશે
અબડાસા પેટા ચૂંટણીમાં કાયદો-વ્યવસૃથા જળવાઈ રહે તે માટે ૧૨૫૦ જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રેહશે. જેમાં, ખાસ તો ૧૦૦ જેટલા સંવેદનશીલ બુાથ પર બાજ નજર રાખવામાં આવશે. ચૂંટાયેલા ઉમેદવારોએ રાજીનામુ આપતા ગુજરાતમાં વિાધાનસભાની આઠ બેઠકો માટે આગામી ૩ જીએ મતદાન યોજાશે. પોલીસ, હોમગાર્ડ, બીએસએફ, એસઆરપી સહિતના જવાનો ખડેપગે રહેશે. લખપત, અબડાસા અને નખત્રાણા એમ ત્રણેય તાલુકાઓમાં ૪૩૧ મતદાન માથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ મતદાન માથકો પર ૧૨૫૦ પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. જેમાં, બીએસએફ અને એસઆરપીની એક એક કંપની પણ જોડાશે. કુલ ૪૩૧ બુાથ ઉપર ૨૫૦૦ જેટલા પોલીંગ સ્ટાફ ચૂંટણીની પ્રક્રિયા પાર પાડશે. અબડાસા બેઠક માટે ૧૦૦થી વધુ ૧૨૫ જેટલા મતદાન માથકો સંવેદનશીલ બુાથમાં આવે છે. એટલે અહિં પણ સુરક્ષા કર્મીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.
કર્મીઓને મતદાન મથક સુધી લઈ જવા ૯૫ એસટી દોડાવાશે
અબડાસાની પેટા ચૂંટણી યોજાવાને હવે ગણતરીના બે જ દિવસ બાકી રહી જવા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા કર્મચારીઓને લઈ જવા તેમજ પરત લાવવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ૯૫ બસ ફાળવાઈ છે. ગ્રામ પંચાયતાથી માંડીને લોકસભા ચૂંટણીમાં એસ.ટી.વિભાગની પણ મહત્વપૂર્ણ ભુમિકા હોય છે ત્યારે આ વખતે યોજાઈ રહેલી રાજયમાં આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં પણ હજારો બસની ફાળવણી કરાઈ છે. જેમાં, કચ્છની વાત કરીએ તો અહિં એક અબડાસા વિાધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેના પગલે કચ્છના એસ.ટી.વિભાગ દ્વારા ૯૫ બસ ફાળવાઈ છે. અંદાજે ૨૫૦૦ જેટલા કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપવામાં આવી છે ત્યારે આ કર્મચારીઓની સુવિાધાઆૃર્થે આવતીકાલે રવિવારે ૩૯ અને ત્યારબાદ સોમવારે ૫૩ બસ રવાના થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GfaPgL
0 Response to "બુથમાં આવનાર મતદાતાઓનું ફરજીયાત તાપમાન માપી હાથ સેનેટાઈઝ કરાવાશે"
Post a Comment