
સીલ કરેલા ટેન્કરમાંથી ઓઈલની ચોરી, ભાજપ અગ્રણી સહિત પાંચ સામે ગુનો
ભુજ, બુાધવાર
ભુજના માધાપરમાં સીઝ થયેલા ટેન્કરનું સીલ તોડીને તેમાંથી બેઝ ઓઈલની ચોરી થઈ રહી હોવાના બહાર આવેલા કારસ્તાનમાં ભાજપના અગ્રણી અને કચ્છ યુનિ.ની એક્ઝી. કાઉન્સીલના સભ્ય સહિત પાંચ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે બે શખ્સોને બેઝ ઓઈલની ચોરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યાર બાદ તેણે આપેલી કબૂલાતના આાધારે વધુ ત્રણ વ્યક્તિઓ સામે પણ ગુનો દાખલ કરાયો હતો.
એસઓજી દ્વારા માધાપર ખાતે ગત તા.૨૭-૯ના રોજ એક ગેરકાયદેસર બેઝ ઓઈલ ભરેલું ટેન્કર સીલ કરીને માધાપરમાં રાખવામાં આવ્યું હતું. આ ટેન્કરમાંથી બેઝ ઓઈલની ચોરી થઈ રહી હોવાની મળેલી બાતમીના આાધારે પોલીસે માધાપરમાં નળવાળા સર્કલ પાસે દરોડો પાડતા હબાયના રમેશ ભીમજી કેરાસીયા અને માધાપરના રમેશ નારણ આહિર નામના બે શખ્સોને ટેન્કરનું સીલ તોડીને તેમાંથી બેઝ ઓઈલ અન્ય ટેન્કરમાં ભરતા ઝડપી પાડયા હતા. આ બંને શખ્સોએ પોલીસમાં એવી કબૂલાત આપી હતી કે, તેમણે તેના શેઠ શ્રવણસિંહ વાઘેલા(રે.માધાપર), દેવરાજ લખમણ કેરાસીયા(રે.હબાય) અને વિરમ ભીમજી કેરાસીયા(રે.હબાય)ના કહેવાથી ટેન્કરમાંથી બેઝ ઓઈલ કાઢી અન્ય વાહનોમાં વેચાણ કરી રહ્યા છીએ. જેના પગલે પોલીસે પાંચેય સામે રૃ.૧.૮૦ લાખની કિંમતના ૩ હજાર લિટર બેઝ ઓઈલની ચોરી કરી હોવાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ઘટનાસૃથળેાથી ટેન્કર, કાર, મોટર સહિત રૃ.૧ર.૮૫ લાખની મત્તા કબજે કરી હતી. મળતી વિગતો મુજબ આ બનાવમાં જેની સામે ગુનો નોંધાયો છે તે શ્રવણસિંહ વાઘેલા કચ્છ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્ય અને ભાજપના આગેવાન છે. જેને લઈને રાજકીય ક્ષેત્રમાં પણ ચકચાર મચી જવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mxHRZe
0 Response to "સીલ કરેલા ટેન્કરમાંથી ઓઈલની ચોરી, ભાજપ અગ્રણી સહિત પાંચ સામે ગુનો"
Post a Comment