મહારાષ્ટ્રના દરિયાકિનારે આવતા ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાનું સેટેલાઇટ ટેગિંગ કરાશે

મહારાષ્ટ્રના દરિયાકિનારે આવતા ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાનું સેટેલાઇટ ટેગિંગ કરાશે



મુંબઇ, તા.28 ઓકટોબર, 20202, બુધવાર

મેન્ગ્રોવ એન્ડ મરીન બાયોડાયવર્સિટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર પ્રજનન હેતુ રાજ્યના દરિયાકિનારે અસ્થાયી વસવાટ માટે આવતા ઓલિવ રિડેલ પ્રજાતિના કાચબાના સેટેલાઇટ ટેગિંગ (ઉપગ્રહની સહાયથી કાચબાના સ્થળાંતર સહિતની વિવિધ માહિતી મેળવવાની ટેકનિકથી તેમને આવરી લેવા)નો પ્રોજેક્ટ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે દરિયા કિનારાની જીવસૃષ્ટિ જાળવી રાખવામાં મહારષ્ટ્ર સરકારને આ સ્વાયત્ત ફાઉન્ડેશન મદદ કરે છે   તાજેતરમાં રાજ્યના વન ખાતાના પ્રધાન સંજય રાઠોડની અધ્યક્ષતામાં મળેલી ફાઉન્ડેશનની ગવર્નિંગ બોડીની બેઠકમાં ૧૪ મહિના સુધી ચાલનારા સેટેલાઇટ ટેગિંગના આ પ્રોજેક્ટ માટે રૃા. ૯.૮૭ લાખ મંજૂર કર્યા હતાં.

દેશના પશ્ચિમી દરિયાકિનારા પર હાથ ધરાનારા છે.  આ પ્રકારના આ સૌ પ્રથમ અભ્યાસમાં ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાની સ્થળાંતર (પ્રવાસી)ની તરાહો તથા તે માટેના માર્ગો, સમુદ્રમાં હોય ત્યારનું તેમનું વર્તન, દરિયામાં તેમની વસાહતના સ્થાન તતા વસવાટના વિવિધ સ્થાનોનો તે તેવી રીતે ઉપયોગ કર છે તે વિશેની માહિતી મળશે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા (ડબલ્યુ આઇઆઇ)ના સંશોધકો આ પ્રોજેક્ટનું કામકાજ સંભાળશે. 

મેન્ગ્રોવ ફાઉન્ડેશને ઓલિવા રિડેલ કાચબાના ઇંડાને સેવવા જરૃરી ઉષ્ણતામાન લિશેનો એક સંશોધનાત્મક અભ્યાસ પણ હાથ ધર્યો છે. મહારાષ્ટ્રના સમુદ્ર તટે ઓલિવ રિડલે ઉપરાંત હોક્સબિલ, ટીથરબેક તતા ગ્રીન એમ દરિયાઇ કાચબાની અન્ય ત્રણ પ્રજાતિઓ પણ જોવા મળે છે. પરંતુ મહારાષ્ટ્રના દરિયાકિનારે માત્ર ઓલિવ રિડડેલ કાચબા જ નેસ્ટિંગ (ઇંડાં મૂકવા વસવાટ) કરે છે. અન્ય પ્રજાતિના કાચબા નેસ્ટિંગ કરતા હોવાનું નોંધાયું હતું.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HzDBJT

0 Response to "મહારાષ્ટ્રના દરિયાકિનારે આવતા ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાનું સેટેલાઇટ ટેગિંગ કરાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel