જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે સરકાર ઓછી ગ્રાન્ટ આપતી હતી

જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે સરકાર ઓછી ગ્રાન્ટ આપતી હતી


અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર

પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલ નિરસ રહ્યો છે. એટલું જ  નહીં , ભાજપ - કોંગ્રેસ ચૂંટણી મુદ્દા કોરાણે મૂકીને વ્યક્તિગત આક્ષેપબાજી કરી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવવા પ્રયાસો કરી રહ્યાં છે. ડાંગમાં જાહેરસભામાં વન મંત્રી રમણ પાટકરે ભાજપ સરકારની પોલ ખોલતાં કહ્યું કે, જીતુ ચૌધરી જયારે કોંગ્રેસમાં હતાં ત્યારે તેમને વિકાસના કામો કરવામાં ઘણી અગડવડ પડતી હતી.

સરકાર  તેમને ઓછી ગ્રાન્ટ ફાળવતી હતી જેના કારણે વિકાસના કામો થતા ન હતાં. હવે જયારે જીતુભાઇ ભાજપમાં આવ્યાં છે ત્યારે કપરાડાનો વિકાસ થશે. ખુદ વન-આદિજાતિ મંત્રીએ જ જાહેરમંચ પરથી આવુ નિવેદન કરી ભાજપ સરકાર કોંગ્રેસના ધારાસભ્ય-મતવિસ્તાર સાથે ઓરમાયુ વર્તન દાખવે છે તેવુ જગજાહેર કર્યું છે. 

3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પ્રચાર કરી મતદારોને રિઝવવા એડીચોટીનુ જોર લગાવ્યું છે.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચૂંટણી પ્રચાર માટે ડાંગ પહોંચ્યા હતાં.

કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચાર માટે યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રીની ઉપસિૃથતીમાં મંત્રી રમણ પાટકરે એવુ ચોંકાવનારૂ નિવેદન આપ્યુ કે, જીતુ ચૌધરી જયારે કોંગ્રેસમાં હતાં ત્યારે તેઓ જે જગ્યા પર અલગ અલગ કામોનુ વચન આપી પણ કામ થતા ન હતાં. મતવિસ્તારના કામો કરાવવામાં અગવડતા પડતી હતી. 

રમણ પાટકરે જ સરકારના ભેદભાવભર્યા વલણની પોલ ખોલતાં કહ્યું કે, જીતુભાઇ ચૌધરીને અમે ઓછા પૈસા આપતા હતાં કેમ કે,અમારે સંગઠનમાં ય નાણાં આપવા પડે છે. એટલે જીતુ ચૌધરી લોકોને વચન આપે પણ કામ થાય નહીં. હવે જયારે જીતુ ચૌધરી ભાજપમાથી ચૂંટીને મોકલીએ તો પૈસા આપણાં મત વિસ્તારમાં આવવાના છે પરિણામે કપરાડાનો વિકાસ નક્કી છે.

જોકે, વન મંત્રી પાટકરના આવા ભાષણને પગલે ખુદ મુખ્યમંત્રી પણ ડઘાઇ ગયા હતાં. એટલું જ નહીં, ભાજપના સૃથાનિક નેતાઓ પણ ચોંકી ઉઠયા હતાં. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં આવ્યાં છેકે, સરકાર કિન્નાખોરી કરી રહી છે પણ આજે ખુદ વનમંત્રીએ જાહેરમંચ પરથી આ વાતને ખરી સાબિત ઠેરવી દીધી હતી.

કોંગ્રેસે વનમંત્રીનું રાજીનામું માગ્યું, રાજ્યપાલને પત્ર લખ્યો

કપરાડા બેઠક પર ચૂંટણી પ્રચારમાં વનમંત્રી રમણ પાટકરે કરેલાં નિવેદનને લઇને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખી પગલાં ભરવા માંગ કરી છે. પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે, ભાજપ સરકારની ગામડા વિરોધી નિતી ખુલ્લી પડી છે. ખુદ મંત્રીએ જ સ્વિકાર કર્યો છેકે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ ફાળવે છે.વનમંત્રીએ જનપ્રતિનીધી ધારો 1951ની કલમ 123નું ઉલ્લંઘન કર્યુ છે. ચૂંટણીપંચના નિયમનું ઉલ્લંઘન કરાયુ છે.

મંત્રીએ સ્પષ્ટ કહ્યુ છેકે, જીતુ ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વચન આપે તો કામ ન થાય પણ હવે અમે નાણાં ફાળવીશુ એટલે મતવિસ્તારનો વિકાસ થશે. વન મંત્રી રમણ પાટકરે સંવિધાનના શપથનું સરેઆમ ઉલ્લઘંન કર્યુ છે. મંત્રી જયારે શપથ ગ્રહણ કરે ત્યારે કહે છેકે, હું કોઇ ભેદભાવ નહી કરૂં પણ ભાજપ સરકાર આજે ભેદભાવ કરી મતવિસ્તારોનો વિકાસ રૂંધી રહી છે આ તેનુ કબુલાતનામુ છે. કોંગ્રેસે વન મંત્રીના રાજીનામાની માંગણી કરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3msX7pU

0 Response to "જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે સરકાર ઓછી ગ્રાન્ટ આપતી હતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel