
મેડિકલ પ્રોફેસરોની ભરતી સામે DNB ડોક્ટર્સની નેશનલ કમિશનને ફરિયાદ
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજોમાં વિવિધ કેટેગરીની ટીચિંગ પોસ્ટમાં કોન્ટ્રાક્ટ અધારીત ભરતી માટે શરૂ કરેલી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદ ઉભો થયો છે.ડીએનબી ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારની ભરતી પ્રક્રિયા સામે નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામા આવી છે.
ડીએનબી ડોક્ટર્સ એસોસિએશન દ્વારા નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન તેમજ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય સાથે રાજ્ય સરકારના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને લેખિત રજૂઆત કરવામા આવી છે કે ગુજરાત સરકારના ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ પોર્ટલ પર 19મી ઓક્ટબરે મુકાયેલી ટીચિંગ પોસ્ટ માટેની વોક ઈન ઈન્ટરવ્યુની જાહેરાતમાં ડીએનબી ડોક્ટર્સ માટે ભેદભાવ રાખવામા આવ્યો છે.
કોલેજોમાં પ્રોફેસર,એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની કોન્ટ્રાક્ટ આધારીત ભરતીની જાહેરાતમાં ડીએનબી ડીગ્રી હોલ્ડર્સ પાસે ત્રણ વર્ષ પ્લસ 1 વર્ષની રેસિડેન્સી માંગવામા આવી છે.
જાહેરાતમાં આ શૈક્ષણિક લાયકાત ખોટી છે.જે નેશનલ મેડિકલ કમિશન એક્ટ ની જોગવાઈ 37 મુજબ નિયમ વિરૂદ્ધ છે.ઉપરાંતમેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ટીઈક્યુ નોટિફિકેશનનો પણ ભંગ કરે છે.
ડીએનબી એટલે કે ડિપ્લોમેન્ટ ઓફ નેશનલ બોર્ડ એ બ્રોડ સ્પેશ્યિાલિટી ક્વોલિફિકેશન છે અને મેડિકલ સંસ્થાઓમાં સુપર સ્પેશ્યાલિટી ક્વોલિફિકેશન ગ્રાન્ટેડ કરવામા આવી છે.
કેન્દ્ર સરકારના મેડિકલ કમિશન એક્ટમાં આ તમામ મેડિકલ ક્વોલિફિકેશન ગ્રાન્ટ કરવામા આવી છે અને આ કેટેગરીને પણ મેડિકલ ક્વોલિફિકેશનમાં લિસ્ટેડ કરવામા આવી છે. પરંતુ સરકારની ભરતી જાહેરાતમાં આ ક્વોલિફિકેશનને લઈને ભેદભાવ કરવામા આવ્યો છે.
આ મેડિકલ ક્વોલિફિકેશન કોઈ પણ ભરતી માટે લાયક હોવાથી ગુજરાત સરકારના મેડિકલ શિક્ષણ વિભાગે એક્ટની જોગવાઈ મુજબ નવેસરથી ભરતી જાહેરાત આપવી જોઈએ.મહત્વનું છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ડીએનબી કોરસપોન્ડિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવાય છે અને જેની પરીક્ષા લઈ ડિગ્રી આપવામા આવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J8XWGi
0 Response to "મેડિકલ પ્રોફેસરોની ભરતી સામે DNB ડોક્ટર્સની નેશનલ કમિશનને ફરિયાદ"
Post a Comment