લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે શિક્ષિત બેરોજગાર યુવાનોએ ફોર્મ લીધા

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે શિક્ષિત બેરોજગાર યુવાનોએ ફોર્મ લીધા


લીંબડી, તા.12 ઓકટોબર 2020, સોમવાર

લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે આ બેઠક પર ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઈ હાલ ભાજપ અને કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે ત્યારે લીંબડી પેટા ચુંટણી માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના નેજા હેઠળ અંદાજે ૪૦થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડયાં હતાં પરંતુ મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડતાં સેવા સદન ખાતે ફોર્મ ખાલી થઈ જતાં વિદ્યાર્થીઓને કલાકો સુધી બેસવાનું વારો આવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી વિધાનસભા બેઠકની પેટાચુંટણી જાહેર થઈ છે અને આગામી તા.૦૩ નવેમ્બરના રોજ મતદાન થવાં જઈ  રહ્યું છે ત્યારે આ બેઠક પર ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઈ હાલ ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં મથામણ ચાલી રહી છે અને ક્યાં અને કઈ જ્ઞાાતિના ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે હજુ સુધી કોઈ નીર્ણય લેવાયો નથી.

ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના ડો.દિનેશ બાંભણીયાની આગેવાનીમાં અંદાજે ૧૦૦થી વધુ શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતાં અને લીંબડી પેટા ચુંટણી માટે ફોર્મ ઉપાડયાં હતાં. જેમાં ૪૦ જેટલાં વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડયાં બાદ સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ખાલી થઈ જતાં બાકી રહેલ વિદ્યાર્થીઓને સેવા સદનના પટાંગણમાં બેસવાનો વારો આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એલઆરડી સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ લીધા બાદ તેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી અને અમુક પરીક્ષાઓના ઈન્ટરવ્યું લીધા બાદ પરિણામો જાહેર કર્યા નથી. જે અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે આ મામલે લીંબડી ખાતે રેલી યોજી આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

જ્યારે મોટીસંખ્યામાં પેટા ચુંટણી માટે શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડતાં રાજકીય માહોલ ગરમાયો હતો અને વિદ્યાર્થીઓના આ ફોર્મની અસર લીંબડી પેટા ચુંટણી પર પણ પડી શકે છે તેની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jRKXGk

0 Response to "લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે શિક્ષિત બેરોજગાર યુવાનોએ ફોર્મ લીધા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel