પાટડી તાલુકાના ગાયકો અને સંગીત સાથે જોડાયેલા કલાકારોનું આવેદનપત્ર

પાટડી તાલુકાના ગાયકો અને સંગીત સાથે જોડાયેલા કલાકારોનું આવેદનપત્ર


પાટડી, તા.12 ઓકટોબર 2020, સોમવાર

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈ સરકારે તમામ તહેવારોની ઉજવણી પર હાલ પ્રતિબંધ મુક્યો છે અને મા જગદંબાના પર્વ એવાં નવરાત્રીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને સરકારે નવરાત્રીનું આયોજન પણ બંધ રાખવાનું જણાવતાં અનેક ગાયક કલાકારોની હાલત કફોડી બની છે ત્યારે પાટડી તાલુકાના ગાયક અને સંગીત સાથે જોડાયેલ કલાકારોએ આર્થિક રાહત પેકેજ આપવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાની મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ૮ મહિનાથી તમામ ધાર્મિક, સામાજીક સહિતના પ્રસંગો બંધ રાખવામાં આવ્યાં છે અને હજુ પણ કોરોના બેકાબુ હોય સરકાર દ્વારા નવરાત્રી દરમ્યાન ગરબાના આયોજનને પણ મંજુરી આપવામાં આવી નથી. ત્યારે પાટડી તાલુકાના ગાયક કલાકારો અને સંગીત સાથે જોડાયેલા તમામ વર્ગના લોકોની હાલત દયનીય બની છે અને કોરોનાના કારણે ૮ મહિનાથી બેસી રહેવાનો વારો આવ્યો છે.

નવરાત્રી પર કલાકારોને રોજગારીની આશા હતી પરંતુ સરકારે ગરબા પર રોક લગાવતાં પાટડી તાલુકાના અનેક ગામોના ગાયક કલાકારો સહિત ઓરકેસ્ટ્રા, રીધમ, ઢોલી સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પાટડી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું અને સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઈ કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SNGIj9

0 Response to "પાટડી તાલુકાના ગાયકો અને સંગીત સાથે જોડાયેલા કલાકારોનું આવેદનપત્ર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel