
ગુજરાત યુનિ. દ્વારા આજથી ત્રીજા તબક્કામાં ખાસ પરીક્ષા લેવાશે
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
ગુજરાત યુનિ.દ્વારા અગાઉ ઓફલાઈન અને ઓનલાઈન પરીક્ષાઓ બે-બે તબક્કામાં લેવાઈ ચુકી છે.પરંતુ કોરોનાને લીધે અગાઉ પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે યુનિ. દ્વારા આવતીકાલે 26મીથી ખાસ પરીક્ષા લેવામા આવનાર છે.જે 800થી વધુ વિદ્યાર્થીઓ આપશે.
યુનિ જજ. દ્વારા ત્રીજી વારની પરીક્ષાઓ ગોઠવાઈ છે અને આ પરીક્ષા કોરોનામાં ન આપી શકનારા કે અધવચ્ચેથી પરીક્ષા છોડનારા વિદ્યાર્થીઓ માટે ખાસ લેવાઈ રહી છે. બીકોમ-બીબીએ-બીસીએ,બીએ તેમજ એમ.એ,એમ.કોમ અને એલએલબી સહિતના વિવિધ કોર્સમાં યુજી-પીજીના છેલ્લા સેમેસ્ટરના 800થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે.
વિદ્યાર્થીઓ ઓછા હોવાથી યુનિ.કેમ્પસમાં જ બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે અને આ ઓફલાઈન પરીક્ષા માટે કોરોના સંબંધીત તમામ તકેદારીઓ લેવાઈ છે.સવારે 10 અને બપોરે 3 વાગે એમ બે સેશનમાં પરીક્ષા રાખવામા આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35r0IOo
0 Response to "ગુજરાત યુનિ. દ્વારા આજથી ત્રીજા તબક્કામાં ખાસ પરીક્ષા લેવાશે"
Post a Comment