વડાપ્રધાન મોદી 30મીએ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી 30મીએ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

સી પ્લેનના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબરે જ કેવડિયા પહોંચી જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના છે. જોકે, વડાપ્રધાનના ગુજરાતપ્રવાસના કાર્યક્રમને સોમવારે આખરી ઓપ આપવામાં આવશે. 

વડાપ્રધાન છેલ્લે ફેબુ્રઆરીમાં 'નમસ્તે ટ્રમ્પ' વખતે ગુજરાત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ 30 ઓક્ટોબરે બપોરે 3 કલાકે કેવડિયા પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.

આ દરમિયાન તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે બેઠક પણ કરે તેવી સંભાવના છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ દરમિયાન એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવેલું છે. મસુરી ખાતે તાલીમ લઇ રહેલા પ્રોબેશનર્સ સાથે નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી ઈ ટોક કરશે.

આ પછી બપોરે 2:15ની આસપાસ કેવડિયાથી સી પ્લેન દ્વારા અમદાવાદ આવવા રવાના થશે. 31મીએ સાંજે તેઓ અમદાવાદથી દિલ્હી માટે રવાના થશે. અગાઉ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે અમદાવાદથી સી પ્લેનમાં બેસી કેવડિયા પહોંચે તેવું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31F74Zw

0 Response to "વડાપ્રધાન મોદી 30મીએ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel