UG-PGના હજારો એક્સટર્નલ વિદ્યાર્થીનું મૂલ્યાંકન અનિશ્ચિત

UG-PGના હજારો એક્સટર્નલ વિદ્યાર્થીનું મૂલ્યાંકન અનિશ્ચિત


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

યુજી-પીજીના એક્સટર્નલના વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કસ ન હોવાથી તેઓને મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ ન હોઈ પરીક્ષા લેવી પડે અથવા અન્ય વિકલ્પથી મૂલ્યાંકન કરવુ પડે. ગુજરાત યુનિ.દ્વારા એક્સટર્નલના હજારો વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયા હજુ સુધી જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંઝાયા છે.

યુજીના બીજા અને ચોથા તેમજ પીજીના બીજા વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોલેજના ઈન્ટરનલ માર્કસ તેમજ અગાઉના સેમેસ્ટરની યુનિ.એક્ઝામના 50-50 ટકા આધારે મેરિટ બેઝ પ્રમોશનના પરિણામો આપી દેવાયા છે.પરંતુ એક્સટર્નલના વિદ્યાર્થીઓ કે જેઓની યુનિ.ની જ ફાઈનલ પરીક્ષા હોય છે.જેથી તેઓને મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ નથી. કેટલીક યુનિ.એ પરીક્ષા લઈ પરિણામ આપ્યુ છે ત્યારે ગુજરાત યુનિ.એક્સટર્નલમાં 20 હજાર જેટલા વધુ વિદ્યાર્થી હોવાથી પરીક્ષા વગર એક્ઝામ સબમીશનના આધારે પરિણામ આવવાનું સીન્ડીકેટમાં નક્કી કર્યુ છે.

સીન્ડીકેટ  બેઠકમાં નિર્ણય થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી એક્ઝામ સબમીશન માટે એસાઈમેન્ટ સહિતનો શું વિકલ્પ રહેશે,ઓનલાઈન સબમીશન હશે કે ઓનલાઈન તે સહિતની કોઈ પણ માહિતી જાહેર કરાઈ નથી કે પરિપત્ર કરવામા આવ્યો નથી.

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા 30મી બાદ જ શરૂ થઈ શકશે 

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

નીટનું પરિણામ આવ્યાને દસ દિવસ થવા આવ્યા પરંતુ હજુ સુધી મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર થઈ ન હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા છે. જોકે નીટ રીઝલ્ટનો ડેટા એનટીએમાંથી દરેક સ્ટેટ કમિટીને ન મળતા વિલંબ થઈ રહ્યો છે.

ધો.12 સાયન્સ પછી નીટના આધારે જે કોર્સમાં પ્રવેશ થાય છે તે મેડિકલ,ડેન્ટલ ,હોમિયોપેથી અને આયુર્વેદિકમાં 20 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તે હજુ નક્કી નથી. આ સપ્તાહના અંત સુધી પ્રક્રિયાની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે અને પિન વિતરણ-રજિસ્ટ્રેશન 30 કે 31મી બાદ 1લી અથવા 2જી નવે.થી જ શરૂ થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે નીટ પરીક્ષા લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરિણામ જાહેર થયા બાદ દરેક સ્ટેટના વિદ્યાર્થીઓને મેરિટ રેન્ક સાથેનો ડેટા-સીડી સ્ટેટ એડમિશન કમિટીને સોંપાયા છે અને તેના એનાલીસીસ-પ્રોગ્રામીંગ બાદ પ્રવેશ સમિતિ રજિસ્ટ્રેશન શરૂ કરી શકે છે.ડેટા એજન્સીમાંથી હજુ ન આવતા પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામા વિલંબ થઈ રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34syqUA

0 Response to "UG-PGના હજારો એક્સટર્નલ વિદ્યાર્થીનું મૂલ્યાંકન અનિશ્ચિત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel