
સ્કૂલો-કોલેજો ખોલતાં પહેલાં આયોજન માટે સરકારની કવાયત
અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
દિવાળી બાદ રાજ્યમાં સ્કૂલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અને કલાસરૂમ શિક્ષણ શરૂ કરવા માટે શું શું આયોજનો કરવા અને શું શું ધ્યાન રાખવુ તે માટે આજે સરકારે બેઠક બોલાવી હતી. જેમાં શિક્ષણ વિભાગના અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામા આવી હતી.
કોરોનાને લીધે રાજ્યમાં માર્ચથી સ્કૂલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે ત્યારે અંતે દિવાળી બાદ તબક્કાવાર સ્કૂલો-કોલેજો-સંસ્થાઓ ખોલવા માટે અને ક્લાસરૂમ એજ્યુકેશન શરૂ કરવા સરકારે કવાયત શરૂ કરી છે.
સ્કૂલો-કોલેજો શરૂ કરતા પહેલા અને કલાસીસોને મંજૂરી આપતા પહેલા સેનેટાઈઝરથી માંડી સોશિયલ ડિસ્ટન્સિંગનું શું શું ધ્યાન રાખવુ,કઈ કઈ પરમિશન આપવી અને કઈ રીતની એસઓપી તૈયાર કરવી તે સહિતના મુદ્દે ચર્ચા કરવા આજે શિક્ષણમંત્રીની શિક્ષણ વિભાગના અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી.
મહત્વનું છે કે ધો.10-12ના વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોઈ અને ખાસ કરીને પ્રોફેશનલ કોર્સીસમાં વિયાર્થીઓને પ્રેક્ટિકલ પણ જરૂરી હોવાથી હવે દિવાળી સંસ્થાઓ ખોલવી જરૂરી છે ત્યારે સરકારે નિશ્ચિત આયોજન સાથે ખોલવા માટે હાલ ચર્ચા-વિચારણા શરૂ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kqn4G0
0 Response to "સ્કૂલો-કોલેજો ખોલતાં પહેલાં આયોજન માટે સરકારની કવાયત"
Post a Comment