પ્રેમસંબંધમાં સગી ભાભીએ જ વિધુર દિયરની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

પ્રેમસંબંધમાં સગી ભાભીએ જ વિધુર દિયરની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ


સુરેન્દ્રનગર, તા.19 ઓકટોબર 2020, સોમવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જિલ્લામાં દિન-પ્રતિદિન લુંટ, હત્યા, મારામારી, ફાયરીંગ જેવા બનાવો સામાન્ય બની ચુક્યાં છે ત્યારે શહેરના છેવાડાના એવાં ગંગાનગર હુડકો વિસ્તારમાં બે દિવસ પહેલા આધેડની તીક્ષણ હથિયારના ઘા ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી હતી અને તે અંગે મૃતકના પુત્ર મહેશ સાતલપરાએ શહેરના એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપી મહિલાની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા.૧૫ ઓક્ટોબરના રોજ ફરિયાદી મહેશભાઈ સાતલપરા રહે.ગંગાનગર હુડકો મુળ રહે.ખમીયાણાવાળા પરિવાર સાથે ખમીયાણા ગામે ધાર્મિક પ્રસંગમાં ગયા હતાં અને ત્યારબાદ પિતા સાગરભાઈ, ભાભી કસ્તુરીબેન અને તેમના પુત્ર ઘનશ્યામ સહિતનાઓ રાત્રે પરત આવ્યાં હતાં જેમાં વ્હેલી સવારે ગંગાનગર હુડકો વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનની બહાર ખાટલામાંથી સાગરભાઈની તીક્ષણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. એ ડિવીઝન પીઆઈ એમ.કે.ચૌહાણ સહિતનાઓએ બનાવવાળી જગ્યાનું નિરિક્ષણ કરી આસપાસ રહેતાં લોકોની પુછપરછ કરી હતી અને તેમાં મૃતક સાગરભાઈને તેમના ભાભી કસ્તુરીબેન સાથે આડા સબંધ હોવાનું બહાર આવ્યું હતું.

આથી મૃતકના ભાભી કસ્તુરીબેનની ઘરપકડ કરી પુછપરછ કરતા પોતે ભાંગી પડયાં હતાં અને પતિના મોત બાદ મૃતક સાગરભાઈના પત્નીનું પણ મોત નીપજ્યું હોય દિયર સાથે પ્રેમસબંધ બંધાયો હતો પરંતુ બંન્ને પુત્રો મોટા થઈ જતાં દિયર સાથે સબંધ રાખવાનો ઈન્કાર કરવા છતાં મૃતક દિયર દ્વારા અવાર-નવાર શરીર સબંધ બાંધવાની માંગણી કરી હતી અને ફરી શરીર સબંધ બાંધવાની કોશીશ કરતાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને આથી ઘરની બહાર ખાટલા ઉપર સુતેલા દિયર સાગરભાઈને છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરતાં કાયદેસરની અટક કરી કાર્યવાહી હાથધરી હતી.

આ સમગ્ર કામગીરીમાં એ ડિવીઝન પોલીસ મથકના એસ.વી.દાફડા, ધનરાજસિંહ વાઘેલા, મુકેશભાઈ ઉતેરીયા, વિજયસિંહ ડોડીયા, દશરથસિંહ ચિત્રા, હારૂનભાઈ કુરેશી, અમીતભાઈ મહેતા, વિજયસિંહ પરમાર, કિશનભાઈ ભરવાડ, મહાવિરસિંહ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dHGaFa

0 Response to "પ્રેમસંબંધમાં સગી ભાભીએ જ વિધુર દિયરની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel