પોલીસના નામે નાણાં ઉઘરાવતા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

પોલીસના નામે નાણાં ઉઘરાવતા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો


- નડિયાદ પશ્ચિમ પોલીસે શખ્સ સામે દારૂ પી ગાડી ચલાવવા અને પ્રોહિબિશનનો ગુનો નોંધતા તરેહ તરેહની ચર્ચા

નડિયાદ, તા. 15 ઓક્ટોબર 2020, ગુરુવાર


નડિયાદ પીપલગ ચોકડી પાસે નકલી પોલીસની ઓળખ આપનાર યુવક સામે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જો કે પોલીસ દ્વારા  પ્રોહીબિશન અને દારૂ પીને ગાડી ચલાવવાનો કેસ નોધતા ચર્ચાનો વિષય બન્યો  છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ તાલુકાના પીપલગ ચોકડી પાસેથી પસાર થતા ડમ્ફરોને રોકી પૈસાની ઉઘરાણી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ચોકડી પર નંબર પ્લેટ વગરની સીફટ ગાડી ઉભી રાખી પોતે  એસ.ઓ.જી પોલીસમાંહોવાની ઓળખ આપી ડમ્ફર ચાલકોને જણાવેલ કે તારુ ડમ્ફર કાંટા ઉપર લઇ લે ઓવર લોડ છે.તેમ કહી રૂપિયા પાંચ હજારની માંગણી કરતા ડમ્ફર ચાલકો ભેગા થયા હતા.

આ બાદ ડમ્ફર ચાલકોને પોલીસની ઓળખ આપતા યુવાન પર શક જતા નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરી હતી.જેથી નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોચી નંબર પ્લેટ વગરની ગાડી જપ્ત કરી ગાડીની તલાસી લેતા એક થેલામાંથી પ્લાસ્ટીકની બોટલમાં દારૂ,કોલ્ડ્રીકસ અને બાઇટીંગ પણ મળ્યુ હતુ.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે યુવરાજસિંહ ચાવડા વિરુધ્ધ પ્રોહીબિશન અને દારૂ પીને ગાડી ચલાવવાના એમ બે કેસ નોધતા વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SURAfk

0 Response to "પોલીસના નામે નાણાં ઉઘરાવતા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel