આણંદના દહેમીમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક અને પેટલાદમાં બે શખ્સો પકડાયા

આણંદના દહેમીમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક અને પેટલાદમાં બે શખ્સો પકડાયા


- એલસીબીએ દહેમીમાંથી અને પેટલાદ પોલીસે બંને સ્થળેથી રૂા. ૨૦૩૦૦નો મુદ્દામાલ કબજે લીધો

આણંદ, તા. 15 ઓક્ટોબર 2020, ગુરુવાર


કોરોનાના કહેર વચ્ચે આઈપીએલની સીઝન જામી છે ત્યારે વિવિધ મેચો ઉપર સટ્ટો ખેલતા સટોડિયાઓ પણ સક્રિય થયા હોવાની ફરીયાદોને  ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 

જે અંતર્ગત આણંદ એલસીબી પોલીસે આઈપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા દહેમીના એક શખ્સને જ્યારે પેટલાદ શહેર પોલીસની ટીમે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે દહેમી-નામણ રોડ ઉપર એક ઈંટોના ભઠ્ઠામાં બનાવેલ ઓરડી સામે એક શખ્સ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. પોલીસે મળેલ બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતા ફતેસિંહ ઉર્ફે ફતો ગીરવતસિંહ રાઠોડ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતા. પોલીસે તેની પાસેથી ચાર મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરતા મોબાઈલમાં વેબસાઈટના માધ્યમથી આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હોવાનું ખૂલવા પામ્યું હતું. જે અંગે વધુ પૂછપરછ કરતા તે હારજીતનો વેપાર નાપા વાંટા ગામે રહેતા રીયાઝ જશુભા રાણાને લખાવતો હોવાનું જણાવતા પોલીસે મોબાઈલ તથા રોકડા મળી કુલ્લે રૂા. ૧૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ તેમજ નાપા વાંટાના રીયાઝ રાણા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં પેટલાદ શહેર પોલીસની ટીમે શહેરના સ્ટેશન રોડ ઉપર એક કાપડની દુકાન સામે જાહેરમાં એક શખ્સ ઓનલાઈન આઈડીથી મોબાઈલ દ્વારા હારજીતનો ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપરથી મનીષ વાસુદેવ સિંધી નામના એક શખ્સને સટ્ટો રમાડતો ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા રૂા. ૫,૦૦૦ જપ્ત કરી તેની પૂછપરછ કરતા તે આ સટ્ટો નીલેશભાઈ વલ્લભભાઈ પટેલ ખટનાલને લખાવતો હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે રૂા. ૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ZfT1T

0 Response to "આણંદના દહેમીમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક અને પેટલાદમાં બે શખ્સો પકડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel