
સીસી રોડની કામગીરી કરતા મશીન સાથે અથડાતા સાઈકલ સવારનું મોત
નડિયાદ, તા. 15 ઓક્ટોબર 2020, ગુરુવાર
નડિયાદ નગરપાલિકા દ્વારા છાંટીયાવાડની લિમડી વિસ્તારમાં આર.સી.સી રોડ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે.આ દરમ્યાન એક વૃધ્ધ સાયકલ લઇને પસાર થતા સાયકલ પરનો કાબુ ગુમાવતા મશીનની ટક્કરે મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા છાંટીયાવાડની લીમડી વિસ્તારમાં આર.સી.સી નુ કામ ચાલી રહ્યુ છે.આર.સી.સી નુ ચાલુ કામે એક સાયકલ સવાર વૃધ્ધ કૃષ્ણકાંત કાંતીભાઇ શાહ રહે,વિશ્વ નગર ફલેટ તેઓ ત્યાથી સાયકલ સાથે નિકળ્યા હતા અને છાંટીયાવાડ લીમડીના નવા ઘરની ખડકી સામેથી પસાર થતા હતા.
આ સમયે આર.સી.સી રોડનુ કામ મશીન દ્વારા ચાલુ હતુ.આ સમયે મશીન પાસેથી પસાર થતા કૃષ્ણકાંત ભાઇએ સાયકલ પરના સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સાયકલ મશીનને અથડાઇ હતી.જેથી કૃષ્ણકાંતભાઇ સાયકલ પરથી નીચે પડી ગયા હતા.અને મશીનના ટક્કરે કૃષ્ણકાંતભાઇનુ ઘટનાસ્થળે મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ થતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતકને નડિયાદ સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.આ બનાવ અંગે અરૂણાબેન કૃષ્ણકાંત શાહે નડિયાદ ટાઉન પોલીસ મથકે મશીનના ચાલક વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvLDPf
0 Response to "સીસી રોડની કામગીરી કરતા મશીન સાથે અથડાતા સાઈકલ સવારનું મોત"
Post a Comment