અબડાસામાં કોરોનાના ૮ કેસો નોંધાતા ફફડાટ : એકનું મોત, કુલ કેસ ૨૪૯૧

અબડાસામાં કોરોનાના ૮ કેસો નોંધાતા ફફડાટ : એકનું મોત, કુલ કેસ ૨૪૯૧

ભુજ, ગુરૃવાર

કચ્છના અબડાસામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો એક પણ કેસ નોંધાતો ન હતો તેવામાં આજે એકાએક અબડાસામાં ૮ કેસો નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે.  હજુ તો ચુંટણી પ્રચાર પ્રસાર શરૃ થયો છે તેવામાં કોરોનાના આઠ કેસો નોંધાયા છે ત્યારે આગામી દિવસોમાં અબડાસા કોરોનાનું સેન્ટર બની ન જાય તેની તકેદારી રાખવી પડશે. તો કચ્છમાં આજે કુલ નવા ૩૧ કેસો નોંધાયા હતા અને એક વ્યકિતનું મોત થયુ હતુ.

આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસાના ગ્રામ્યમાં ૮, અંજાર શહેરમાં ૪, તાલુકામાં ૧, ભચાઉ તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૮, ગાંધીધામ શહેરમાં ૨,માંડવી શહેરમાં ૨, મુંદરા તાલુકામાં ૪, નખત્રાણા તાલુકામાં ૧ એમ શહેરી વિસ્તારમાં ૧૬ અને ગ્રામિણમાં ૧૫ કેસો નોંધાયા હતા.  જયારે આજે ૨૭ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. એકટીવ પોઝીટીવ કેસોની સંખ્યા ૩૦૬, આજ સુાધી સાજા થયેલા  દર્દીઓની સંખ્યા ૨૦૬૭ જયારે કુલ પોઝીટીવ સંખ્યા ૨૪૯૧ થઈ છે. દરમિયાન કેટલાક દિવસોથી વાતાવરણમાં પણ વહેલી સવારે અને સાંજ પછી ઠંડક અનુભવાઈ રહી છે ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી પડશે. અન્યાથા શરદી તાવ ઉાધરસના કેસો વચ્ચે કોરોના જગ્યા બનાવી લેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o5Yv3I

0 Response to "અબડાસામાં કોરોનાના ૮ કેસો નોંધાતા ફફડાટ : એકનું મોત, કુલ કેસ ૨૪૯૧"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel