
સી પ્લેનને બર્ડ હિટનું સતત જોખમ, પિરાણાનો 'ડુંગર' અવરોધ સર્જશે
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી પ્લેનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. દેશના આ સૌપ્રથમ સી પ્લેનથી પ્રવાસન્ને વેગ મળશે કે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ્ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સોમવારે સી પ્લેનની ટ્રાયલ રન લેવામાં આવી રહી હતી ત્યારે પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાકડા ફોડવા પડયા હતા.
સી પ્લેન સાથે બર્ડ હિટ થવાની સંભાવના શા માટે વધારે રહેલી છે તે માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે. સૌપ્રથમ તો એ કે સી પ્લેનના એરોડ્રામથી પિરાણા ડમ્પિંગ સાઇટ અંદાજે માત્ર 6 કિલોમીટરના અંતરે છે.
ડમ્પિંગ સાઇટ હોવાથીત્યાં ખોરાક માટે પક્ષીઓની સતત અવર-જવર રહે છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટમાં પણ અગાઉ પિરાણા ડમ્પિંગ સાઇટની આસપાસ જ બર્ડ હિટ થવાની ઘટના થયેલી હતી. આ સિવાય બીજું પરિબળ એ કે સાબરમતી રિવરફ્રન્ટમાં પુષ્કળ પાણી હોવાથી તે પીવા માટે પણ પક્ષીઓ તેની આસપાસ વધુ હોય છે.
આ બંને સિૃથતિમાં સી પ્લેન સાથે બર્ડ હિટ થવાની સંભાવના વધી જાય છે. સી પ્લેનના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક ટોચના અિધકારીએ પણ બર્ડ હિટ થવાની સંભાવનાઓને નકારી નહોતી અને કહ્યું હતું કે, 'સી પ્લેનને પક્ષીઓનું જોખમ રહેશે. પરંતુ સામાન્ય એરક્રાફ્ટ અને સી પ્લેનની ઝડપમાં મોટું અંતર હોય છે.
સામાન્ય એરક્રાફ્ટની ઝડપ વધારે હોવાથી તેની સાથે પક્ષી ટકરાય ત્યારે તેના પર નિયંત્રણ લાવવામાં મુશ્કેલી પડે છે. જેની સરખામણીએ સી પ્લેનની ઝડપ ઓછી હોવાથી ટેક્ ઓફ-લેન્ડિંગ વખતે પક્ષીઓની અવર-જવર જોવા મળે તે પહેલા જ પાયલટ તેના પર નિયંત્રણ મેળવી શકે છે. સી પ્લેન સાથે બર્ડ હિટ નહીં થાય તેવો અમને વિશ્વાસ છે અને તેના માટે અમે પૂરા પ્રયાસ કરીશું.'
અમદાવાદ એરપોર્ટ ખાતે પણ બર્ડ હિટ થાય નહીં તે માટે ફ્લાઇટના ટેક્ ઓફ્ અગાઉ સતત ફટાકડા ફોડવામાં આવે છે અને લેઝર ગનનો ઉપયોગ કરવો પડે છે. જેના માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ પ્રકારની સિૃથતિ હવે સી પ્લેનના વોટર એરોડ્રામ પાસે પણ સર્જાઇ શકે છે. જ્યાં સી પ્લેનના ટેક્ ઓફ્ -લેન્ડિંગ અગાઉ ફટાકડા ફોડવા ઉપરાંત લેઝર ગનનો ઉપયોગ કરવો પડશે.
પિરાણા ડુંગરની ઊંચાઇ 60થી 65 ફૂટ!
પિરાણા ડુંગરની ઊંચાઇ 60થી 65 ફૂટની છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ પિરાણાના આ કચરાના ડુંગરને મામલે ચિંતાજનક સ્થિતિ રજૂ કરી ચૂક્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગત વર્ષે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે 'પિરાણામાં 85 લાખ મેટ્રિક ટન કચરો છે અને 80 એકર સુધી ફેલાયેલો છે. કચરાના આ ડુંગરનો નિકાલ કરવા માટે તંત્રે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે.'
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3msyoT0
0 Response to "સી પ્લેનને બર્ડ હિટનું સતત જોખમ, પિરાણાનો 'ડુંગર' અવરોધ સર્જશે"
Post a Comment