સીપ્લેનનું અમદાવાદમાં સફળ લેન્ડિંગ, બે દિવસ ટ્રાયલ કરાશે

સીપ્લેનનું અમદાવાદમાં સફળ લેન્ડિંગ, બે દિવસ ટ્રાયલ કરાશે


અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર

અમદાવાદ ખાતે સી પ્લેનનું આગમન થઇ ચૂક્યું છે. કેવડિયાથી બપોરે 3:10 કલાકે સી પ્લેનનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગમન થયું હતું. સી પ્લેન સાથે માલ્દિવ્સથી બે પાયલોટ સહિત 6 ક્રૂ મેમ્બર્સ પણ આવેલા છે.

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જંયંતિ અને શરદ પૂર્ણિમાનું પર્વ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા ખાતેથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ પહોંચશે. 

સી પ્લેનના ઉદ્ઘાટન અગાઉ બે દિવસ દરમિયાન અમદાવાદ-કેવડિયા વચ્ચે સી પ્લેનની ટ્રાયલ કરાશે. સી પ્લેનમાં બે પાયલોટ-3 ક્રૂ મેમ્બર્સ અને 14 મુસાફરો એમ કુલ 19 લોકો બેસી શકશે. દરમિયાન ગોવાથી સોમવારે સવારે રવાના થયા બાદ બપોરે 12:20 કલાકે સી પ્લેન સૌપ્રથમ કેવડિયા પહોંચ્યું હતું.

કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પછી બપોરે 2:20ના કેવડિયાથી રવાના થઇને સી પ્લેનનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લેન્ડિંગ થયું હતું. અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ પણ 20 મિનિટ સુધી સી પ્લેનની ટ્રાયલ લેવામાં આવી હતી. 

સી પ્લેને માલ્દિવ્સથી કોચીનું 820, કોચીથી ગોવાનું 760 અને ગોવાથી અમદાવાદવાદનું 1103 એમ 26 કલાકમાં 2683 કિલોમીટરની મુસાફરી કરી હતી. સી પ્લેન સોમવારે રાત્રે અમદાવાદમાં જ રહ્યું હતું. હવે બે દિવસ સુધી અમદાવાદ-કેવડિયા વચ્ચે સી પ્લેનની ટ્રાયલ લેવામાં આવશે.

આ સીપ્લેન ટ્વિન ઓટ્ટર 300 છે અને તે સ્પાઇસ જેટ ટેક્નિકના નામે રજીસ્ટર્ડ થયેલું છે. તેના દ્વારા જ સી પ્લેનને ઓપરેટ કરવામાં આવશે. સી પ્લેન માટે બે પાયલોટ ફઝલૂન શેખ અને ઇબ્રાહીમ શેખ માલ્દિવ્સથી આવેલા છે. આ બંને પાયલટ્સ દ્વારા જ આગામી 6 મહિના સુધી  સી ફ્લાઇટ ઓપરેટ કરાશે અને તેની સાથે ભારતીય પાયલટને ટ્રેનિંગ આપશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35FWHG0

0 Response to "સીપ્લેનનું અમદાવાદમાં સફળ લેન્ડિંગ, બે દિવસ ટ્રાયલ કરાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel