કોરોનાથી છનાં મૃત્યુ થતા રાણીપમાં સ્વયંભૂ લૉકડાઉન

કોરોનાથી છનાં મૃત્યુ થતા રાણીપમાં સ્વયંભૂ લૉકડાઉન


અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર

અમદાવાદમાં સાડા સાત મહિના પછી પણ કોરોનાનો કેર યથાવત્ રહેવા પામ્યો છે. દરમ્યાનમાં પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોનાથી છ જેટલી વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. જેના સંદર્ભમાં સમગ્ર વિસ્તારમાં આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ બંધ- સ્વૈચ્છિક લૉકડાઉનનો ત્યાંના રહીશો અને સામાજિક સંસ્થાઓએ નિર્ણય લીધો છે.

આ નિર્ણયના સંદર્ભમાં રાણીપના સતત ધમધમતા રહેતા રાધાસ્વામી રોડ પરની તમામ દુકાનો અને 50 જેટલી સોસાયટીઓમાં સુનકાર દેખાતો હતો. દુકાનો તહેવારોની સિઝન હોવા છતાં બંધ હતી. આ અંગે કેટલીક સંસ્થાઓના નામે પોસ્ટરો પણ લાગ્યા છે અને તે સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયા છે. જેમાં તા. 26-10-2020થી તા. 4-11-2020 સુધી સ્વયંભૂ લૉકડાઉનના નિર્ણયની જાહેરાત કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચમાં લૉકડાઉન જાહેર થયું હતું. બાદમાં ક્રમશ: તેમાં છૂટછાટ આપતા અનલૉકના તબક્કા જાહેર થયા હતા પરંતુ કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો અને મૃત્યુ વધુ હતા ત્યાં સ્વયંભૂ લૉકડાઉનના એલાન થતા રહ્યા છે. રાજકોટ- લૉકડાઉનના એલાન થતા રહ્યા છે. 

રાજકોટ- જામનગરમાં વેપારીઓએ દુકાનો અડધો દિવસ જ ખોલવાની અગાઉ જાહેરાત કરી હતી સોની બજાર પણ કેટલોક વખત બંધ રહ્યું હતું તે જ ક્રમમાં રાણીપના પ્રબુદ્ધ નાગરિકો અને ત્રણ જેટલી સેવાભાવી સંસ્થાઓએ લૉકડાઉનનું એલાન કર્યું છે, લોકોએ પણ તે સ્વીકારી લીધું છે કેસો થોડા ઘટયા છે, પણ ભય અકબંધ રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3judCAb

0 Response to "કોરોનાથી છનાં મૃત્યુ થતા રાણીપમાં સ્વયંભૂ લૉકડાઉન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel