નખત્રાણામાં પાટિલની સભામાં નિયમોના ફરી વાર લીરા ઉડયા, કાર્યકરો ટોળે વળ્યા

નખત્રાણામાં પાટિલની સભામાં નિયમોના ફરી વાર લીરા ઉડયા, કાર્યકરો ટોળે વળ્યા


- ચૂંટણી પુરી થશે એટલે કોંગ્રેસમાંથી હાર્દિક સહિતના ચાર-પાંચ ટોચના નેતાઓ કટ ટુ સાઈઝ થશે

- ડ્રેગન ફ્રૂટથી કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખની તુલા કરી : કચ્છી સ્વાગત અને પેજ કમિટીની કાર્યકરોની મહેનતને પાટિલે બિરદાવી

ભુજ, તા. 24 ઓક્ટોબર 2020, શનિવાર


અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે આજે ચૂંટણી પ્રચાર સંદર્ભે નખત્રાણા ખાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની કાર્યકરોની સભામાં કોરોના અંગેના નિયમોના ફરી વખત લીરા ઉડયા હતા. તેના સ્વાગતથી માંડીને સ્ટેજ પર અને સભા સ્થળે કાર્યકરોના રીતસર ટોળા જોવા મળ્યા હતા. જાણે કે કચ્છમાંથી કોરોનાએ સાવ વિદાય લઈ લીધી હોય તેવા બેદરકારીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આ સ્થિતિ વચ્ચે પણ ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોની મહેનતને બિરદાવી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચ્છની મૂલાકાતે આવેલા પાટિલનું નખત્રાણા ખાતે કચ્છની વિશિષ્ટ ઓળખ બનેલા ડ્રેગન ફ્રુટ દ્વારા તુલા કરવામાં આવી હતી. તેમજ કચ્છી કેસર કેરી અર્પણ કરી સ્વાગત કરાયું હતું. આ સ્વાગતથી પ્રભાવિત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખે કચ્છ ભાજપના યુવા કાર્યકરો દ્વારા પેજ કમિટીમાં કરવામાં આવેલી મહેનતને બિરદાવી હતી. તેમજ આવતીકાલે પીએમ દ્વારા આ કાર્યકરોની પરીક્ષા હોવાનું જણાવી તેમાં પાસ થવા હાકલ કરી હતી. સભા બાદ પત્રકારોને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ હિંમત હારી ગઈ છે એટલે તેના ઉમેદવારનો પ્રચાર કરવાના બદલે ખોટા આક્ષેપો કરે છે. જેવી ચૂંટણી પુરી થશે એટલે હાર્દિક કોંગ્રેસમાંથી કટ ટુ સાઈઝ થશે. તેની સાથેના ચાર-પાંચ અન્ય નેતાઓને પણ ઘરભેગા કરી દેવામાં આવશે.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખને આવકારવાના હરખમાં કોરોનાનો ભય સાવ ભુલી જવાયો હતો. લગભગ કાર્યકરોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. અનેક લોકો માસ્ક વગર ફરતા હતા. ઠેર ઠેર ટોળા જોવા મળ્યા હતા. દર વખતની માફક જ આ વખતે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અહી હાજર હોવાછતાં નિયમ પાલન કરાવવાના બદલે મુકપ્રેક્ષક બનીને તમાશો નિહાળ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Hdk37

0 Response to "નખત્રાણામાં પાટિલની સભામાં નિયમોના ફરી વાર લીરા ઉડયા, કાર્યકરો ટોળે વળ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel