
મહેસાણા નગરપાલિકાની મુલતવી રહેલ કારોબારીનો આજે એજન્ડા
મહેસાણા,તા.04 ઓક્ટોબર 2020, રવિવાર
મહેસાણા નગરપાલિકાની કારોબારી બેઠક ન મળવાથી અને બે વાર મુલતવી રહેતા વિકાસના કામોને બ્રેક લાગી છે. ત્યારે ચુંટણી નજીકમાં હોઈ વિકાસના કામો ન થવાથી પ્રજામાં પણ નારાજગી ઉભી થઈ છેત્યારે કારોબારી બેઠક બોલાવવા પ્રમુખે કારોબારી ચેરમેનને પત્ર લખ્યો છે. જોકે ચેરમેન આજે સોમવારે કારોબારી બેઠકનો એજન્ડા કાઢે તેવું વાતાવરણ સર્જાયું છે.
મહેસાણા નગરપાલિકાની કારોબારી સમિતિમાં મંજુર થયા વિના કેટલાક કામો સીધા સાધારણસભામાં લેવામાં આવતા કારોબારી સમિતિના કેટલાક સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જે અંતર્ગત ૧૧ સપ્ટેમ્બર અને ૨૧ સપ્ટેમ્બરના રોજ બોલાવેલ કારોબારી બેઠક બહુમતીથી મુલતવી રહી હતી. જોકે એક માસમાં બે વાર કારોબારી સમિતિની બેઠક મુલતવી રહી છે અને શહેરના વિકાસના કામો ખોરંભે પડયા છે. ત્યારે કામો શરૃ થાય તેવી માંગ પ્રજામાં ઉઠી છે. ત્યારે પાલિકા પ્રમુખ નવીન પરમારે પાલિકાની કારોબારી સમીતીની બેઠક બોલાવવા કારોબારી ચેરમેન નવીન પટેલને પત્ર લખ્યો છે અને વિકાસના કામો હોઈ તેનો નિકાલ કરવો જરૃરી હોઈ કારોબારી સમિતિ કલમ-૬૦ હેઠળ બોલાવવા જણાવ્યું છે.
કારોબારી ચેરમેન શું કહે છે?
કારોબારી સમિતિના ચેરમેને આ મામલે જણાવ્યું હતું કે મને પ્રમુખનો પત્ર મળ્યો છે અને કારોબારી બેઠક બોલાવવા માટે આજે સોમવારે એજન્ડા કાઢવામાં આવશે અને બે કે ત્રણ દિવસમાં બેઠક બોલાવવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nbaxrU
0 Response to "મહેસાણા નગરપાલિકાની મુલતવી રહેલ કારોબારીનો આજે એજન્ડા"
Post a Comment